
માંડવી ખાતે વીર વિનાયક દામોદર સાવરકરજી ની જન્મ જ્યંતી ની ઉજવણી કરાઈ
ભારત વિકાસ પરિષદ, માંડવી-કચ્છ શાખા દ્વારા આજ રોજ તા. 28-05-2022 ના સવારે 10 વાગે આઝાદ ચોક, માંડવી-કચ્છ ખાતે સ્વાતંત્ર્યવીર સાવરકર ની 139 મી જન્મ જ્યંતિ નિમિત્તે જાહેર કાર્યક્રમ નું આયોજન થયું હતું. આરંભ માં જાણીતા તબીબ ડૉ કે.જી. વૈષ્ણવ સાહેબે કાર્યક્રમ ના આયોજન ને બિરદાવી ને સાવરકરજી ના જીવન માંથી યુવાનો ને પ્રેરણા લેવા જણાવ્યું હતું.
આજના કાર્યક્રમ ના મુખ્ય વક્તા શ્રી કમલગર ગોસ્વમી એ સાવરકરજી ના જીવન ના અગત્ય ના પ્રસંગો ને આવરી લઈ ને પ્રેરણાદાયી પ્રવચન આપ્યું હતું. કાર્યક્રમ અધ્યક્ષ શ્રી કૈલાસભાઈ ઓઝા એ મુખ્ય વક્તા તથા ઉપસ્થિત તમામ નગરજનો, કાર્યકર્તાઓ તથા પદાધિકારીઓ નો આભાર માન્ય હતો. શ્રી શાંતિલાલ ગણાત્રા મંચસ્થ રહ્યા હતા.
સમગ્ર કાર્યક્રમ નું સંચાલન શ્રી વિજયભાઈ ચૌહાણે કર્યું હતું. શ્રી રમેશભાઈ થલેસ્વર, ચેતન જોષી, હિરજીભાઈ કારાણી,રશ્મિભાઈ સોની, ડી.કે.પંચાલ, નીતિન ચાવડા, નરેન સોની, અરવિંદ ગોહિલ, મુકેશ સોલંકી, અશ્વિન ચાવડા, ડૉ. આદિત્ય ચંદારાણા, રાજેશ કષ્ટા, મહેન્દ્ર ગાંધી, દિગંત ઓઝા, ધર્મેન્દ્ર કોટક, રાજેશ સોની, લાંતિક શાહ, દિનેશભાઈ શાહ, મહેન્દ્ર ચોથાણી દિલીપભાઈ મહેતા, જીતેન્દ્ર સોની ઉપરાંત માંડવી ના રાષ્ટ્રપ્રેમી નગરજનો સાવરકરજી ને વંદન ના આ કાર્યક્રમ માં ઉપસ્થિત રહ્યા હતા.


