
જૂનાગઢનો હચમચાવી દેતો હત્યા નો બનાવ
જૂનાગઢનો હચમચાવી દેતો બનાવ: યુવાને કરી પત્નીની હત્યા; લાશને અવાવરું જગ્યાએ દાટી દીધી, આ રીતે ફૂટ્યો ભાંડો
જૂનાગઢનો હચમચાવી દેતો હત્યા નો બનાવ યુવતીના પિતાએ પોતાની દીકરીને મળવાનું કહેતા જીવરાજ જવાબ આપતો ન હતો. અંતે પિતાએ વીસાવદર પોલીસમાં અરજી આપતા પોલીસે જીવરાજને ઉપાડી લીધો હતો અને આકરી પૂછપરછમાં તે ભાંગી પડ્યો હતો.

જૂનાગઢ વિસાવદરના પ્રેમપરા (Prempara)માં રૂંવાડા ઊભા કરી દેતો હત્યા (Murder) નો બનાવ સામે આવ્યો છે. અહીંના એક યુવાને તેની પત્નીની હત્યા (Murder) કરીને લાશ અવાવરું જગ્યા પર દાટી દીધી હતી. થોડા દિવસ પહેલાં મૃતક યુવતીના પિતાએ તેની દીકરીને મળવાની જીદ કરતા હત્યાનો ભાંડો ફૂટી ગયો હતો. જે બાદમાં પોલીસે યુવકની ધરપકડ કરી છે. આરોપી જીવરાજ જોગાભાઈ માથાસુરીયા એ પોલીસ સમક્ષ પોતાની પત્નીની હત્યા કરીને લાશને દાટી દીધાનો ગુનો કબૂલ કરી લીધો છે. જોકે, જીવરાજે શા માટે તેની પત્નીની હત્યા કરી નાખી હતી તે તપાસ બાદ જ માલુમ પડશે. આ ઉપરાંત જીવરાજે લાશના અવશેષ મળ્યા છે ત્યાં જ પત્નીની હત્યા કરી હતી કે પછી અન્ય જગ્યાએ હત્યા કરીને લાશને ત્યાં દાટી દીધી હતી તે સવાલનો જવાબ મળ્યો નથી.
જૂનાગઢનો હચમચાવી દેતો હત્યા નો બનાવ
મળતી માહિતી પ્રમાણે જૂનાગઢ વિસાવદના પ્રેમપરાનો યુવાને અંદાજીત બે માસ પહેલા પોતાની પત્નીની હત્યા કરી ફરાર થઈ ગયો હતો. યુવતીના પિતાએ પોતાની દીકરીને મળવાનું કહેતા જીવરાજ જવાબ આપતો ન હતો. અંતે પિતાએ વીસાવદર પોલીસમાં અરજી આપતા પોલીસે જીવરાજને ઉપાડી લીધો હતો અને આકરી પૂછપરછમાં તે ભાંગી પડ્યો હતો.જીવરાજે પોતાની પત્નીની હત્યા કરી લાશને વીસાવદર નજીક રામપુરાની અવાવરૂ જગ્યામાં જંગલી જનાવરના ભોંયરામાં દાટી દીધી હોવાનું કબૂલ કર્યું હતું.પોલીસ જીવરાજને લઈ સ્થળ પર પહોંચી હતી. આ જગ્યાએ ખોદકામ કરતા યુવતીના અવશેષ મળી આવ્યા હતા. જે બાદમાં પોલીસે FSIની ટીમ બોલાવીને નમૂના તપાસ માટે મોકલ્યા હતા.
પોલીસ હાલ જીવરાજે શા માટે પોતાની પત્નીની હત્યા કરી નાખી હતી તેનું કારણ શોધી રહી છે. આ ઉપરાંત લાશના અવશેષ મળી આવ્યા હતા ત્યાં જ હત્યા કરી હતી કે અન્ય જગ્યાએ હત્યા કરીને લાશને ત્યાં દફન કરી દીધી હતી તે સવાલનો જવાબ પણ મળવાનો બાકી છે.
પોલીસ સમક્ષ જીવરાજે એ વાતનું કર્યું હતું કે તેની પત્નીનું સોમનાથના દરમિયામાં ડૂબી જવાથી મોત થયું હતું. પોલીસની તપાસમાં હવે હત્યાનું સાચું કારણ સામે આવશે.
