
અમદાવાદના મણિનગરમાં સ્વામિનારાયણ ભગવાનના પંચમ વારસદાર શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામી મહારાજનો 80મો પ્રાગટ્ય પર્વ ઊજવાયો
અમદાવાદના મણિનગરમાં શ્રી સ્વામિનારાયણ ભગવાનના સાર્વભૌમ નાદવંશ ગુરુપરંપરાના પંચમ વારસદાર શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજના 80 મા પ્રાગટ્ય પર્વની સંતો-હરિભકતોએ સાથે મળી ઉમંગભેર ઉજવણી કરી હતી. શ્રી સ્વામિનારાયણ મંદિર મણિનગરમાં મઘમઘતા જુઈ, મોગરાના પુષ્પોના બાગમાં બિરાજમાન શ્રી સ્વામિનારાયણ ભગવાન, શ્રી હરિકૃષ્ણ મહારાજ, શ્રી સહજાનંદ સ્વામી મહારાજ, શ્રી અબજી બાપાશ્રી, શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્યપ્રવર શ્રી મુક્તજીવન સ્વામીબાપાની પુનિતમય નિશ્રામાં શ્રી સ્વામિનારાયણ ગાદીના પંચમ વારસદાર આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજ પુષ્પહાર ધારણ કરી ચરણોમાં બિરાજમાન થયા હતા.

આ પ્રસંગે સ્વામિનારાયણબાપા સમક્ષ અન્નકૂટોત્સવની મનોરમ્ય સજાવટ કરવામાં આવી હતી. આ પાવનકારી અવસરે પંચામૃત પૂજન, મહિમાગાન સહ લાઇવ સ્તુતિ વંદના, કેક કટિંગ સેરેમની અર્પણવિધિ, સદ્ગુરુઓની શબ્દ પુષ્પાંજલિ, આરતીઓ, રક્તદાન શિબિર વગેરે અનેકવિધ કાર્યક્રમો સંપન્ન થયા હતા.
