ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા પોરબંદર ખાતે બે દિવસીય વર્કશોપ અને એક્સરસાઇઝનું આયોજન

ભારતીય કોસ્ટગાર્ડ

ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા પોરબંદર ખાતે બે દિવસીય વર્કશોપ અને એક્સરસાઇઝનું આયોજન કરવામા આવ્યું હતું.

ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા પોરબંદર ખાતે 21 અને 22 ફેબ્રુઆરીના રોજ મેરીટાઇમ પોલ્યુશન રિસ્પોન્સ એક્સરસાઇઝનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો ઉદ્દેશ્ય દરિયાઈ તેલના ફેલાવાને રોકવા અને ડિસ્ટ્રિક્ટ ઓઈલ સ્પિલ ડિઝાસ્ટર કન્ટીજન્સી પ્લાનને પુનઃપ્રમાણિત કરવાનો હતો.

આ ઇવેન્ટનું ઉદ્ઘાટન ડીઆઈજી એસકે વર્ગીસ, કમાન્ડર, કોસ્ટ ગાર્ડ ડિસ્ટ્રિક્ટ હેડક્વાર્ટર નંબર 1 પોરબંદર દ્વારા કરવામાં આવ્યું હતું. આ તકે જીએમબી, ખાનગી બંદરો, મત્સ્યોદ્યોગ ,સ્થાનિક વહીવટીતંત્ર, પેટ્રોકેમિકલ ઇન્ડસ્ટ્રીઝ અને હેનિલજેનના અધિકારીઓ સહિત વિવિધ હિતધારક એજન્સીઓ હાજર રહી હતી. ઇન્ટરનેશનલ સેન્ટર ફોર ઓશન ઇન્ફોર્મેશન સર્વિસીસ ( INCOIS)ના વૈજ્ઞાનિકોએ વર્કશોપ દરમિયાન પ્રવચનો અને પ્રસ્તુતિઓ આપી હતી.

વર્કશોપ પછી પોરબંદરથી ઓઇલ સ્પીલ એક્સરસાઇઝ કરવામાં આવી હતી. જેમાં તમામ હિતધારકોની અસરકારકતાની ખાતરી કરવામાં આવી હતી. ICGના ડિસ્ટ્રિક્ટ ઓઇલ સ્પિલ ડિઝાસ્ટર કન્ટીજન્સી પ્લાન મુજબ સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOPs) અને આકસ્મિકતાઓની માન્યતાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ICG શિપ સમુદ્ર પાવક પર પ્રદૂષણ પ્રતિભાવ સાધનોનું પ્રાયોગિક નિદર્શન કરવામાં આવ્યું હતું. જે દરિયાઈ તેલના પ્રકોપ સામે લડવા માટે ICGનું વિશેષ ભૂમિકા ભજવતુ શિપ છે. આ ઇવેન્ટ દરિયાઈ તેલના ફેલાવાના કિસ્સામાં હિસ્સેદારો વચ્ચે સુમેળ સુધારવાનો એક સંકલિત પ્રયાસ હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *