ખેડા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં એક ડઝનથી વધુ મોબાઇલ ચોરીની ફરિયાદો નોંધાઈ ખેડા જિલ્લામાં ઘરફોડ ચોરીની સાથે સાથે મોબાઈલ ચોરીના ગુનાઓમાં પણ વધારો

ખેડા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં એક ડઝનથી વધુ મોબાઇલ ચોરીની ફરિયાદો નોંધાઈ ખેડા જિલ્લામાં ઘરફોડ ચોરીની સાથે સાથે મોબાઈલ ચોરીના ગુનાઓમાં પણ વધારો થયો છે.

છેલ્લા 24 કલાકમાં જ જિલ્લા 20 પોલીસ મથકોમાંથી એક ડઝનથી વધુ મોબાઈલ ચોરીની ફરિયાદો નોંધાઈ જવા પામી છે. જેમાંથી નડિયાદમાં વધુ મોબાઈલ ચોરીની ફરિયાદો ઉઠવા પામી છે. છેલ્લા પખવાડિયામાં 30થી વધુ ફરિયાદો નોંધાઇ નડિયાદ સહિત સમગ્ર જિલ્લામાં મોબાઈલ ચોરીની ઘટનાઓમાં વધારો થયો છે. છેલ્લા કેટલાય સમયથી મોબાઈલ ચોરીના બનાવો બનતા છેલ્લા પખવાડિયામાં 30થી વધુ ફરિયાદો નોંધાઇ જવા પામી છે. જિલ્લાના નડિયાદ, કપડવંજ, ખેડા, મહેમદાવાદ, માતર, ગળતેશ્વર, કઠલાલ સહિતના વિસ્તારોમાં મોબાઇલ ચોરીના બનાવો બનવા પામ્યા છે. ખાસ કરીને જાહેર સ્થળો પર એટલે કે બસ સ્ટેન્ડ સહિતના વિસ્તારોમાં વ્યક્તિઓના મોબાઈલ ચોરી થયા છે. પોલીસે આ મામલે કાર્યવાહી કરે તેવી માંગ જિલ્લા વાસીઓએ કરી છેલ્લા 24 કલાકમાં જ એક ડઝનથી વધુ ફરિયાદો નોંધાઈ છે. જેમાં કઠલાલ પંથકમાંથી 2, ખેડા પંથકમાંથી 2, મહુધા પંથકમાંથી 1, નડિયાદ પંથકમાંથી 7 અને સેવાલીયા પંથકમાંથી 1 મળી કુલ 13 જેટલા ચોરીના મોબાઈલના ગુનાઓ મામલે પોલીસ ફરિયાદ નોધાઈ જવા પામી છે. નડિયાદ બસ સ્ટેન્ડમાંથી દિન પ્રતિદિન મોબાઈલ ચોરીના બનાવો વધી રહ્યા છે. જેમાં કોઈ સ્ટુડન્ટ, નોકરીયાત સહિતના લોકો ભોગ બની રહ્યા છે. આ બનાવો પર બ્રેક વાગે તે જરૂરી છે. પોલીસે આ મામલે કાર્યવાહી કરે તેવી માંગ જિલ્લા વાસીઓએ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *