ખેડૂતો માટે માઠા સમાચાર… રાજ્યમાં હિટવેવ સાથે 19 અને 20 માર્ચે કમોસમી વરસાદની આગાહી

અમદાવાદ :

રાજ્યમાં કાળઝાળ ગરમીની શરૂઆત થઇ છે ઉત્તર પશ્ચિમ ઉતરના પવનો ફૂંકાતાની સાથે મહત્તમ તાપમાન 39 ડિગ્રી આસપાસ પહોંચી ગયું છે.જોકે હવામાન વિભાગે ઉનાળાની શરૂઆતમાં પૂર્વાનુમાન જાહેર કર્યું હતું કે સામાન્ય કરતા તાપમાન ઊંચું રહેશે. હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ દરિયા કિનારા વિસ્તરો સોમનાથ, દિવ અને પોરબંદરમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે.

ખેડૂતો માટે માઠા સમાચાર છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 19 અને 20 માર્ચના કેટલાક વિસ્તારોના વાતાવરણમાં પલટો આવશે અને કમોસમી વરસાદ થશે. જોકે થન્ડર સ્ટોમ ના કારણે પૂર્વ ગુજરાત અને દક્ષિણ પૂર્વ ગુજરાતમાંના કેટલાક વિસ્તરમાં 40 કિલોમીટર ઝડપે પવન સાથે સામાન્ય વરસાદ થશે.

જેમાં દાહોદ,છોટા ઉદેપુર અને નર્મદા સામાન્ય વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે.જોકે બેવડી ઋતુની અસર કૃષી પાક પડી રહી છે.વારંવાર હવામાનમાં આવતા પલટાને કારણે ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *