
મહારાષ્ટ્રમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. મંગળવારે મહારાષ્ટ્રમાં કોરોનાના 17 હજારથી વધુ કેસ નોંધાયા છે. કેન્દ્ર સરકારે મહારાષ્ટ્રમાં બીજી લહેરની શરુઆત ગણાવી છે. આ સ્થિતિને જોતા ન ફક્ત રાજ્યમાં પરંતુ આખા દેશમાં જરુરી પગલા ભરાઈ રહ્યાછે.
એક કેન્દ્રીય ટીમે મહારાષ્ટ્રમાં કોરોના વાયરસની બીજી વેવ ગણાવી છે અને કેન્દ્ર સરકારને અપીલ કરી છે કે રાજ્યમાં કડક પગલા ભરવાનું કહેવામાં આવે. ટીમના જણાવ્યાનુંસાર કોરોનાના દર્દીઓના કોન્ટેક્ટમાં આવેલાને ટ્રેસ, ટેસ્ટ, આઈસોલેટ અને ક્વોરેન્ટાઈન કરવામાં મર્યાદિત સક્રિયતા જોવા મળી રહી છે. શહેર અને ગ્રામીણ વિસ્તારમાં કોરોના સામે લડવા લોકોનો વ્યવહાર અનુકુળ નથી. મહારાષ્ટ્રમાં મંગળવારે 17, 864 નવા મામલા સામે આવ્યા છે અને 87 લોકોના મોત થયા છે. કુલ મામલા 23.47 લાખને પાર થયા છે અને મરનારની સંખ્યા લગભગ 53 હજાર થઈ ચૂકી છે.
મહારાષ્ટ્ર સરકાર દ્વારા લાગુ કરાયેલા નવા નિયમોમાં, સૌથી પ્રખ્યાત નિયમ થિયેટરો, હોટલો, રેસ્ટોરન્ટોને 50 ટકાની ક્ષમતા સાથે ખુલ્લા રાખવાનો છે. આ નિયમ હેઠળ, ગ્રાહકો અને કર્મચારીઓને માસ્ક, સેનિટાઇઝર, સામાજિક અંતરના નિયમોનું પાલન કરવું જરૂરી બનશે. શોપિંગ મોલમાં પણ થિયેટરો અને હોટેલ-રેસ્ટોરન્ટ્સ માટે નક્કી કરેલા નિયમોનું પાલન કરવામાં આવશે. કોઈપણ સાંસ્કૃતિક, સામાજિક અથવા ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવા અને ત્યાં ભીડ એકત્રિત કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ છે.