હે રામ… ભાઈએ ન રાખી રાખડીની લાજ, બહેનની જાહેરમાં હત્યા કરતા ખળભળાટ

કચ્છ :

ઘોર કળિયુગ આવી ગયો છે. પોતાની રક્ષા માટે બહેન ભાઈને રાખડી બાંધી છે. પણ આજે કચ્છ જિલ્લામાં ભાઈ જ બહેનનો હત્યારો બની ગયો છે. મુંદ્રામાં એક હત્યાકાંડનો વીડિયો સામે આવ્યો છે. અહીંયા એક સગભાઈએ છરા જેવા તીક્ષ્ણ હથિયારથી બહેનની સરાજાહેરમાં હત્યા કરી નાખી છે.ઘટનાનો લાઇવ વીડિયો કચ્છના સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

કચ્છના મુંદ્રામાં મારૂતિ નગરમાં ધોળાદિવસે એક બહેનની જાહેરમાં હત્યા કરી અને હાથમાં છરો લઈને આસપાસ ફરી રહ્યો હતો. આ નરાધમ ભાઈ શા માટે પોતાની બહેનનો હત્યારો બન્યો તેની વિગતો કોઈ પાસે નથી પરંતુ તે સંબંધ સંબંધ એવો ગણગણાટ કરી રહ્યો હતો. દરમિયાન આડોસ પાડોસના લોકોએ પોલીસને જાણ કરી હતી.

ઘટના બાદ ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો મુંદ્રા દોડી આવ્યો છે અને આ હત્યાકાંડાનો તાગ મેળવવામાં આવી રહ્યો છે. આંતરિક કલેહ કે કોઈ પણ કારણ હોય આ ઘટનાએ સમગ્ર પંથકમાં અરેરરાટી છોડી દીધી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *