ચિત્તાની સંખ્યા માં ચિંતા જનક ઘટાડો , હવે પૃથ્વી પર બચ્યા છે 7000થી પણ ઓછા ચિત્તા

આફ્રિકા ઉપરાંત ઇરાનમાં 60 થી 100 જેટલા ચિત્તા જોવા મળે છે

ચિત્તાની આંખની નીચેનું કાળું નિશાન સૂર્યપ્રકાશ સામે રક્ષણ આપે છે.

દુનિયામાં માત્ર આફ્રિકામાં જ ગણ્યાં ગાંઠયા ચિત્તા બચ્યા છે. વિશ્વમાં ચિત્તાની સંખ્યા 7000થી પણ ઓછી છે. આઇયુસીએન (આંતરરાષ્ટ્રીય પ્રકૃતિ સંરક્ષણ સંઘ)  ની યાદી મુજબ પૃથ્વી પર પૃખ્ત વયના 6517 ચિત્તાઓ છે. વિશ્વમાં ચિત્તા બોત્સ્વાના,ચાડ, ઇથોપિયા, ઈરાન, કેન્યા, નામીબિયા, દક્ષિણ આફ્રિકા અને ઝિમ્બાબ્વે સહિતના દેશોમાં છે. એશિયાની વાત કરીએ તો ઇરાનને બાદ કરતા ભારત સહિત સમગ્ર એશિયામાં આ જાનવર લૂપ્ત થઇ ગયું છે. આથી ચિત્તાની ચિંતા કરવા જેવી છે.આફ્રિકા ઉપરાંત ઇરાનમાં 60 થી 100 જેટલા ચિત્તા જોવા મળે છે. જે મુખ્યત્વે મધ્ય ઇરાનના સપાટ વિસ્તારમાં જોવા મળે છે.

એક સંશોધન મુજબ ચિત્તાના બચ્ચા બચવાનો રેટ વધુમાં વધુ 36 ટકાથી વધારે હોતો નથી. ચિત્તાના બચ્ચાઓને સિંહ, લક્કડખોજ વગેરે શિકાર બનાવે છે. ચિત્તાના કુદરતી રહેઠાણમાં માણસની વધતી જતી પેશકદમીથી પણ ચિત્તા પર જોખમ વધ્યું છે. અરબ દેશોના ઘનાઢયો ચિત્તા પાળવાનો શોખ ધરાવે છે આથી ચિંતાના બચ્ચાની તસ્કરી થાય છે. ચિતો જયારે ફૂલ સ્પીડમાં દોડતો હોય ત્યારે સાત મીટર દૂર સુધી છલાંગ લગાવી શકે છે.
આ છલાંગ માત્ર 3 સેકન્ડમાં જ લગાવી શકાય છે.જો કે ચિત્તા આટલી સ્પીડમાં લાંબા સમય સુધી દોડી શકતા નથી. બિલ્લી કૂળનું આ પ્રાણી સિંહ અને વાઘની જેમ ત્રાડ નાખી શકતું નથી. તે બિલાડીની જેમ ફરાર્ટા બોલાવે છે તેમજ ભોંકવાનો અવાજ પણ કાઢે છે. ચિત્તાની આંખો નીચે કાળું “આંસુનું નિશાન” હોય છે જે તેની આંખોને સૂર્યપ્રકાશથી દૂર રાખે છે. શિકારને દૂરથી જોવા માટે આ માર્ક મદદરુપ બને છે. 

જો કે ચિત્તાને રાત્રે જોવામાં તકલીફ પડે છે. આથી તે પોતાનો શિકાર મોટે ભાગે સવારે અથવા તો બપોરે જ કરે છે. ચિત્તાને વૃક્ષ પર ચડવામાં પણ તકલીફ પડે છે. માદા ચિત્તા એક સાથે 8 થી 9 જેટલા બચ્ચાઓને જન્મ આપે છે. તે મોટે ભાગે એકલી જ રહે છે.
પોતાના બાળકોને ખવડાવવા માટે શિકારની શોધમાં નિકળવુ પડે છે. શિકાર દરમિયાન બચ્ચાઓનું પઁણ રક્ષણ કરવું પડે છે. બચ્ચાને એક સ્થળેથી બીજા સ્થળે લઇ જવા એ પણ એક પડકાર સમાન હોય છે. નર ચિંતાઓ પોતાનું ગ્રુપ બનાવી લે છે. જેમાંના મોટા ભાગના લોહીના સંબંધે ભાઇ ભાઇ જ હોય છે. એવું નથી નર ચિત્તાઓ બહારથી આવતા ચિત્તાઓનો પણ સ્વીકાર કરે છે. 

ચિત્તાની ખાસિયતો
ચિત્તો ખૂબ જ ઝડપથી દોડી શકે છે, પરંતુ તેનું શરીર લાંબા અંતર સુધી દોડી શકતું નથી 
એક પુખ્ત ચિત્તો 36 થી 65 કિગ્રા (79 થી 143 પાઉન્ડ) સુધીનો હોય છે.
 ચિત્તાના સમગ્ર શરીરની લંબાઈ 115 થી 135 સેમી (45 થી 53 ઈંચ) સુધીની હોય છે 
ચિંતાની પૂંછડી લંબાઈમાં 84 સેમી (2.76 ફૂટ) જેટલી હોય છે
 ચિત્તાની ઊંચાઈ ખભા પર 67 થી 94 સેમી (26 થી 37 ઇંચ) છે.
 નર ચિત્તા માદા ચિત્તા કરતાં થોડા મોટા હોય છે 
 ચિત્તાની છાતી મજબૂત અને તેની કમર પાતળી હોય છે. 
ચિત્તો ઝડપથી શિકાર ત્યારે તેનો શ્વાસ દર મિનિટે 60 થી 150 સુધી વધે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *