
Gujarat Rain Forecast ગુજરાતમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી: 27 ડેમ ઓવરફ્લો, સરદાર સરોવર 78.35% ભરાયો
Gujarat Rain Forecast ગુજરાતમાં ચોમાસું સક્રિય રહેતાં આગામી પાંચ દિવસ રાજ્યના વિવિધ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના અનુમાન મુજબ દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓ ઉપરાંત કચ્છ સહિત ઉત્તર, મધ્ય અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટાં વરસી શકે છે. 4 ઓગસ્ટ, 2026 સુધીમાં રાજ્યમાં સિઝનનો સરેરાશ 25.36 ઈંચ (69.74%) વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાતમાં 96.28 ટકા નોંધાયો છે, જ્યારે કચ્છમાં અત્યાર સુધી 5.81 ઈંચ (29.05%) વરસાદ નોંધાયો છે.
Gujarat Rain Forecast આગામી 5 દિવસ ક્યાં પડશે વરસાદ?
5 થી 10 ઓગસ્ટ દરમિયાન છોટાઉદેપુર, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ-દાદરા નગર હવેલી સહિતના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. ઉપરાંત કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, મોરબી, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, ભાવનગર, ગીર સોમનાથ સહિતના જિલ્લાઓમાં પણ છૂટાછવાયા વરસાદી ઝાપટાં પડી શકે છે.
Gujarat Rain Forecast 27 ડેમ ઓવરફ્લો, સરદાર સરોવર 78.35% ભરાયો
સારા વરસાદને કારણે રાજ્યના જળાશયોમાં પાણીની આવક સતત વધી રહી છે. સરદાર સરોવર ડેમ હાલમાં 78.35 ટકા ભરાયો છે, જ્યારે રાજ્યના અન્ય જળાશયો સરેરાશ 62.63 ટકા ભરાયેલા છે. રાજ્યમાં અત્યાર સુધી 27 ડેમ ઓવરફ્લો થયા છે. હાલ 34 ડેમ હાઈ એલર્ટ, 10 ડેમ એલર્ટ અને 9 ડેમ વોર્નિંગ પર રાખવામાં આવ્યા છે.
ખરીફ વાવેતરમાં પણ સારી પ્રગતિ
Gujarat Rain Forecast રાજ્યમાં અત્યાર સુધી 67.49 લાખ હેક્ટર વિસ્તારમાં ખરીફ પાકનું વાવેતર પૂર્ણ થયું છે, જે સામાન્ય વિસ્તારના 79.10 ટકા જેટલું છે. મગફળી અને સોયાબીનનું વાવેતર 100 ટકાથી વધુ નોંધાયું છે, જ્યારે કપાસ અને ડાંગરના વાવેતરમાં પણ સારી પ્રગતિ થઈ છે.
