
Supreme Court હવે વીમા વગરના વાહનોને નહીં મળે પેટ્રોલ! સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો મોટો નિર્દેશ
Supreme Court દેશમાં થર્ડ-પાર્ટી વીમા વગર રસ્તા પર દોડતા વાહનો સામે સુપ્રીમ કોર્ટે કડક વલણ અપનાવ્યું છે. અદાલતે કેન્દ્ર સરકાર, માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય તેમજ વીમા નિયામક IRDAIને પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવાનો નિર્દેશ આપ્યો છે. આ પ્રોજેક્ટ હેઠળ માન્ય થર્ડ-પાર્ટી વીમા વગરના વાહનોને પેટ્રોલ પંપ પર ઈંધણ ન આપવાની વ્યવસ્થા વિકસાવવામાં આવશે.
જસ્ટિસ સંજય કરોલ અને જસ્ટિસ પ્રશાંત કુમાર મિશ્રાની બેન્ચે નોંધ્યું કે દેશમાં મોટી સંખ્યામાં વાહનો વીમા વગર ચાલી રહ્યા છે, જેના કારણે અકસ્માતના પીડિતોને સમયસર વળતર મળવામાં મુશ્કેલી પડે છે. અદાલતે વાહનોના વીમાની સ્થિતિ ચકાસવા માટે ઓટોમેટિક નંબર પ્લેટ રિકગ્નિશન (ANPR) કેમેરા આધારિત સિસ્ટમ વિકસાવવાનો પણ નિર્દેશ આપ્યો છે.
Supreme Court દેશમાં 56 ટકા વાહનો વીમા વગર
સુપ્રીમ કોર્ટે સંસદીય સ્થાયી સમિતિના 2024-25ના અહેવાલનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે દેશમાં નોંધાયેલા અંદાજે 30.48 કરોડ વાહનોમાંથી 16.54 કરોડ (56%) વાહનો પાસે માન્ય થર્ડ-પાર્ટી વીમો નથી. મોટર વાહન અધિનિયમની કલમ 146 મુજબ થર્ડ-પાર્ટી વીમો ફરજિયાત હોવા છતાં તેનું પાલન પૂરતું થતું નથી.
Supreme Court નવા વાહનો માટે વીમાની મુદતમાં વધારો
અદાલતે નવા વાહનો માટે ફરજિયાત થર્ડ-પાર્ટી વીમાની મુદત વધારવાનો પણ નિર્દેશ આપ્યો છે. નવા આદેશ મુજબ નવી કાર માટે 4 વર્ષ અને નવા દ્વિચક્રી વાહનો માટે 6 વર્ષનો થર્ડ-પાર્ટી વીમો ફરજિયાત રહેશે.
ANPR કેમેરાથી ઈ-ચલાન
સુપ્રીમ કોર્ટે રાજ્ય પોલીસને વીમાની સ્થળ પર જ ચકાસણી કરી શકાય તેવી મોબાઇલ એપ અથવા ડિવાઇસ ઉપલબ્ધ કરાવવા સૂચના આપી છે. સાથે જ ANPR કેમેરાને વાહન અને વીમાના ડેટાબેઝ સાથે જોડીને વીમા વગરના વાહનો સામે આપમેળે ઈ-ચલાન જારી કરવાની વ્યવસ્થા
Supreme Court વિકસાવવાનો પણ નિર્દેશ કર્યો છે.
અદાલતે સ્પષ્ટ કર્યું કે ફરજિયાત વીમાનો મુખ્ય હેતુ માત્ર કાયદાનું પાલન કરાવવાનો નથી, પરંતુ અકસ્માત પીડિતો અને તેમના પરિવારને સમયસર યોગ્ય વળતર મળે તે સુનિશ્ચિત કરવાનો છે.
