
Phuket-Delhi Air India Flightમાં ભારે Turbulence, 12 મુસાફરો અને ક્રૂ સભ્યો ઈજાગ્રસ્ત
થાઈલેન્ડના Phuketથી દિલ્હી આવતી Air India Flight AI2379 ભારે Turbulenceમાં ફસાઈ હતી. અચાનક ઊંચાઈમાં ઘટાડો થતાં મુસાફરો અને ક્રૂ સભ્યોને ઈજાઓ પહોંચી, જોકે વિમાન સુરક્ષિત રીતે દિલ્હીમાં ઉતર્યું.
થાઈલેન્ડના Phuketથી દિલ્હી આવતી Air Indiaની ફ્લાઇટ AI2379 આજે ભારે Turbulenceમાં ફસાઈ જતાં વિમાનમાં બેઠેલા મુસાફરોમાં ભયનો માહોલ સર્જાયો હતો. માહિતી અનુસાર, દિલ્હી નજીક ઉતરાણ દરમિયાન વિમાનને અચાનક જોરદાર હવાના ઝટકા લાગ્યા અને વિમાન થોડા સમય માટે ઝડપથી નીચે ધસી ગયું.
આ ઘટનામાં અંદાજે 12 મુસાફરો અને ક્રૂ સભ્યોને સામાન્ય પ્રકારની ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. જોકે રાહતની વાત એ છે કે ફ્લાઇટનું દિલ્હી એરપોર્ટ પર સુરક્ષિત લેન્ડિંગ કરવામાં આવ્યું હતું.
પ્રત્યક્ષદર્શી મુસાફરોના જણાવ્યા અનુસાર, Turbulence એટલું તીવ્ર હતું કે કેટલાક મુસાફરો પોતાની બેઠકો પરથી ઉછળી ગયા હતા અને વિમાનની અંદરની ઓવરહેડ પેનલમાં પણ નુકસાન જોવા મળ્યું હતું. સોશિયલ મીડિયા પર ઘટનાના વીડિયો અને તસવીરો પણ વાયરલ થઈ રહ્યા છે.
Air Indiaએ ઘટનાની પુષ્ટિ કરતા જણાવ્યું કે ફ્લાઇટ AI2379ને ઉતરાણ દરમિયાન ગંભીર Turbulenceનો સામનો કરવો પડ્યો હતો અને કેટલાક મુસાફરો તથા ક્રૂ સભ્યોને ઈજાઓ થઈ હતી. એરલાઈને મુસાફરોના સહકાર બદલ આભાર માન્યો છે અને સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે.
વિમાન સુરક્ષિત રીતે દિલ્હી એરપોર્ટ પર ઉતર્યા બાદ તમામ મુસાફરોને જરૂરી સહાય પૂરી પાડવામાં આવી હતી. હાલ આ ઘટનાને લઈને Aviation અધિકારીઓ દ્વારા પણ તપાસ હાથ ધરવામાં આવી છે.
