
gujarat passport : પાસપોર્ટ વેરિફિકેશન માટે હવે પોલીસ સ્ટેશનના ધક્કા નહીં, ગુજરાત DGPનો મહત્વપૂર્ણ આદેશ
gujarat passport : ગુજરાતમાં પાસપોર્ટ વેરિફિકેશનની પ્રક્રિયાને વધુ સરળ, પારદર્શક અને નાગરિકમૈત્રી બનાવવા માટે રાજ્ય પોલીસ વિભાગે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હવે સામાન્ય સંજોગોમાં પાસપોર્ટ વેરિફિકેશન માટે અરજદારે પોલીસ સ્ટેશનમાં રૂબરૂ હાજર રહેવાની જરૂર રહેશે નહીં.
gujarat passport : નવા દિશા-નિર્દેશો મુજબ પોલીસ હવે માત્ર અરજદારની નાગરિકતા અને તેના વિરુદ્ધ કોઈ ગુનાઈત પૂર્વ ઈતિહાસ છે કે નહીં તેની જ ચકાસણી કરશે. રહેઠાણના સરનામાની અલગથી ચકાસણી, અરજદારની રૂબરૂ હાજરી અથવા સહી લેવાની પ્રક્રિયા હવે સામાન્ય રીતે કરવામાં આવશે નહીં.
gujarat passport : જો કોઈ કેસમાં પોલીસને શંકાસ્પદ બાબત જણાય અથવા વધુ તપાસની જરૂરિયાત લાગે, તો જ પોલીસ કર્મચારી અરજદારના રહેઠાણે જઈ તપાસ કરશે. જોકે, આવા અપવાદરૂપ કિસ્સામાં પણ અરજદારને પોલીસ સ્ટેશનમાં બોલાવી શકાશે નહીં.
gujarat passport : ગુજરાતના પોલીસ મહાનિર્દેશક (DGP) દ્વારા રાજ્યના તમામ પોલીસ અધિકારીઓ અને પોલીસ સ્ટેશનોને આ નવા નિયમોનું કડક પાલન કરવા સૂચના આપવામાં આવી છે. સાથે જ નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ આ નવી અને સરળ પ્રક્રિયાથી માહિતગાર રહે તેમજ કોઈ બિનજરૂરી માંગણી અથવા ગેરસમજમાં ન આવે.
આ નિર્ણયથી પાસપોર્ટ વેરિફિકેશનની પ્રક્રિયા વધુ ઝડપી બનશે અને અરજદારોને પોલીસ સ્ટેશનના બિનજરૂરી ધક્કામાંથી રાહત મળશે.
