
CRIME લાખાવાંઢની સીમમાં ગૌવંશની હત્યા કેસમાં એક ઝડપાયો, 80 કિલો ગૌમાંસ સહિતનો મુદ્દામાલ જપ્ત
CRIME કચ્છના ભુજ તાલુકાના ખાવડા પોલીસ મથક વિસ્તારમાં આવેલા મોટા દિનારા ગામની લાખાવાંઢ સીમમાં ગૌવંશની ગેરકાયદે હત્યાનો મામલો સામે આવ્યો છે. બાતમીના આધારે મધ્યરાત્રે પોલીસે દરોડો પાડી એક આરોપીની ધરપકડ કરી હતી, જ્યારે અન્ય ત્રણ આરોપીઓ સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા.
CRIME ખાવડા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ, પોલીસે બાતમીના આધારે લાખાવાંઢની સીમમાં આવેલા ખેતર વિસ્તારમાં દરોડો પાડ્યો હતો. ત્યાં કેટલાક શખ્સો બાવળની ઝાડીમાં ગાયની ગેરકાયદે કતલ કરી રહ્યા હતા. પોલીસ પહોંચતા જ ચારેય શખ્સો ભાગવાનો પ્રયાસ કર્યો હતો. પીછો કરીને પોલીસે **હનીફ જુણસ સમા (રહે. લાખાવાંઢ, મોટા દિનારા)**ને ઝડપી પાડ્યો હતો.
CRIME સ્થળ પરથી પોલીસે અંદાજે 80 કિલો ગૌમાંસ, ગાયનું ચામડું, ત્રણ ધારદાર છરા, એક કુહાડી, પ્લાસ્ટિકનું તગારું, કંતાન તેમજ ગૌવંશના કાનમાં લાગેલો ઓળખ ટેગ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પશુચિકિત્સકની તપાસમાં જપ્ત કરાયેલું માંસ ગાયનું હોવાનું પુષ્ટિ થઈ હતી.
CRIME આરોપી હનીફ જુણસ સમાની પૂછપરછ દરમિયાન સામે આવ્યું કે આ ઘટનામાં તેનો ભાઈ જબાર જુણસ સમા, અલ્લાજુડિયા તૈયબ સમા અને અલ્લાબક્ષ લાખા સમા (રહે. તમામ લાખાવાંઢ, મોટા દિનારા) પણ સામેલ હતા, જે પોલીસને જોઈને ફરાર થઈ ગયા હતા.
CRIME ખાવડા પોલીસે ચારેય આરોપીઓ સામે પશુઓ પ્રત્યે ઘાતકીપણું અટકાવવાના અધિનિયમ હેઠળ ગુનો નોંધી ફરાર આરોપીઓને ઝડપી પાડવા કાર્યવાહી શરૂ કરી છે.

વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો