National Handloom Day 2026 ભુજોડીની હસ્તકળાએ વિશ્વમાં ઊંચું સ્થાન મેળવ્યું

National Handloom Day 2026 ભુજોડીની હસ્તકળાએ વિશ્વમાં ઊંચું સ્થાન મેળવ્યું

National Handloom Day 2026 આજે નેશનલ હેન્ડલૂમ ડે નિમિત્તે કચ્છનું ભુજોડી ગામ ફરી એકવાર ચર્ચામાં છે. પાંચ સદીથી હાથવણાટની પરંપરા જાળવી રાખનાર ભુજોડી આજે માત્ર ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં કચ્છી શાલ અને હેન્ડલૂમ ઉત્પાદનો માટે જાણીતી ઓળખ બની ગયું છે.

National Handloom Day 2026 ભુજોડીના કારીગરોએ પરંપરાગત વણાટને આધુનિક ડિઝાઇન અને રંગો સાથે જોડીને તેને વૈશ્વિક બજાર સુધી પહોંચાડ્યો છે. અહીંના કારીગરોને અત્યાર સુધીમાં 35થી વધુ નેશનલ એવોર્ડ, 8 સંત કબીર એવોર્ડ, 1 શિલ્પ ગુરુ એવોર્ડ તેમજ રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે મળીને 50થી વધુ સન્માનો પ્રાપ્ત થયા છે. જેના કારણે ભુજોડી આજે ગુજરાતનું સૌથી વધુ એવોર્ડ વિજેતા હેન્ડલૂમ ગામ ગણાય છે.

National Handloom Day 2026 વર્ષ 2011માં ભારત સરકાર દ્વારા કચ્છી ગરમ શાલને જિયોગ્રાફિકલ ઇન્ડિકેટર (GI) ટેગ મળ્યો હતો. ત્યારથી કચ્છી શાલને વૈશ્વિક બજારમાં નવી ઓળખ મળી છે અને વિશ્વના અનેક દેશોમાં તેની માંગ સતત વધી રહી છે.

ભુજોડીમાં હાલમાં 350થી વધુ કારીગરો હાથવણાટના વ્યવસાય સાથે જોડાયેલા છે. તેમાં મહિલાઓ અને પુરુષો બંનેનો સમાવેશ થાય છે. અહીંથી અમેરિકા, ઇંગ્લેન્ડ, જર્મની, જાપાન, ઓસ્ટ્રેલિયા, રશિયા સહિત વિશ્વના 18થી વધુ દેશોમાં હેન્ડલૂમ ઉત્પાદનોની નિકાસ કરવામાં આવે છે. ઘણા વિદેશી ગ્રાહકો આજે પણ ઓનલાઈન ઓર્ડર આપે છે અથવા સીધા ભુજોડી ગામની મુલાકાત લઈને ખરીદી કરે છે.

National Handloom Day 2026 એક સમય હતો જ્યારે અહીં માત્ર હાથવણાટના ધાબળા અને કાપડ બનાવવામાં આવતા હતા. સમયની માંગ અનુસાર કારીગરોએ પોતાની કળાને આધુનિક સ્વરૂપ આપ્યું અને આજે કચ્છી શાલ ઉપરાંત ધાબળા, સાડી, સ્ટોલ, દુપટ્ટા, કુર્તા, ટેબલ રનર, યોગા મેટ, કાલા કોટન ફેબ્રિક, ગાલીચા, શેત્રંજી, ટેબલ મેટ, નેપકીન, મફલર સહિત અનેક પ્રકારની પ્રોડક્ટ્સ તૈયાર કરવામાં આવે છે.

National Handloom Day 2026 ભુજોડીની મહિલાઓ પણ આ કળામાં મહત્વપૂર્ણ યોગદાન આપે છે. તાણો તૈયાર કરવાથી લઈને બોબીન ભરવા અને શાલ બનાવવાની પ્રક્રિયામાં મહિલાઓની કુશળતા નોંધપાત્ર છે. અનેક મહિલા કારીગરો રાજ્ય અને રાષ્ટ્રીય એવોર્ડથી પણ સન્માનિત થઈ ચૂક્યા છે.

અહીં બનતી હેન્ડલૂમ પ્રોડક્ટની કિંમત તેની ડિઝાઇન અને ગુણવત્તા પર આધારિત હોય છે. સામાન્ય શાલ લગભગ રૂ.400થી શરૂ થાય છે, જ્યારે વિશેષ ડિઝાઇન અને હસ્તકલા ધરાવતી શાલ અથવા સાડીની કિંમત રૂ.2 લાખ સુધી પહોંચી શકે છે. આવી કિંમતી પ્રોડક્ટ તૈયાર કરવામાં ક્યારેક મહિનાઓનો સમય લાગે છે.

National Handloom Day 2026 કેન્દ્ર અને રાજ્ય સરકારના સહયોગથી દેશ-વિદેશમાં યોજાતા હેન્ડલૂમ અને હેન્ડીક્રાફ્ટ મેળાઓમાં ભાગ લેવાની તક મળતા ભુજોડીના કારીગરો આજે સફળ ઉદ્યોગસાહસિક બન્યા છે. ઓનલાઈન વેચાણ અને વૈશ્વિક બજારના કારણે તેમની આવકમાં પણ નોંધપાત્ર વધારો થયો છે.

દર વર્ષે રણોત્સવ દરમિયાન દેશ-વિદેશથી આવતા પ્રવાસીઓ માટે ભુજોડી ખાસ આકર્ષણનું કેન્દ્ર બને છે. અહીંના હેન્ડીક્રાફ્ટ માર્કેટમાં ઘરે-ઘરે કારીગરોની દુકાનો આવેલી છે, જ્યાં પ્રવાસીઓ કચ્છી શાલ અને અન્ય હેન્ડલૂમ ઉત્પાદનોની ખરીદી કરે છે.

National Handloom Day 2026 ભુજોડી માત્ર એક ગામ નથી, પરંતુ કચ્છની સમૃદ્ધ હસ્તકલા, પરંપરા અને કારીગરોની સર્જનાત્મકતાનું જીવંત પ્રતીક છે. નેશનલ હેન્ડલૂમ ડેના અવસરે ભુજોડીના કારીગરોની આ સિદ્ધિ સમગ્ર ગુજરાત અને દેશ માટે ગૌરવની વાત છે.

વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *