
ગુજરાતની 15 મનપામાં સરેરાશ 53% વોટિંગ, 3145 ઉમેદવારોનું ભાવિ EVMમાં સીલ
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત 15 મહાનગરપાલિકાઓમાં મતદાન શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયું છે. ગરમી વચ્ચે પણ મતદારોમાં ઉત્સાહ જોવા મળ્યો અને સરેરાશ અંદાજે 53 ટકા જેટલું મતદાન નોંધાયું છે.
રાજ્યભરના વિવિધ વિસ્તારોમાં એકલ-દોકલ ઘટનાઓ સિવાય મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ રહી હતી. આ ચૂંટણીમાં કુલ 1001 બેઠકો માટે 3145 ઉમેદવારો મેદાનમાં છે, જેમનું ભાવિ હવે EVM મશીનોમાં સીલ થઈ ગયું છે.
મતગણતરી આવનારા મંગળવારે યોજાશે, જ્યાં ઉમેદવારોના ભાગ્યનો અંતિમ નિર્ણય થશે. ચૂંટણીના પરિણામો પર રાજકીય પક્ષોની નજર ટકેલી છે, કારણ કે આ પરિણામો રાજ્યના શહેરી રાજકારણની દિશા નક્કી કરશે.