
અમદાવાદમાં લોકશાહીનો ઉત્સવ:અમિત શાહ નારણપુરામાં, ભૂપેન્દ્ર પટેલ શીલજમાં કરશે મતદાન
અમદાવાદમાં આવતીકાલે 26 એપ્રિલે યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય હલચલ તેજ બની છે. શહેરમાં અગ્રણી નેતાઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી Amit Shah આજે 25 એપ્રિલે રાત્રે Ahmedabad પહોંચશે અને આવતીકાલે સવારે 10થી 11 વાગ્યાની વચ્ચે નારણપુરા વિસ્તારમાં અંકુર ચાર રસ્તા નજીક આવેલા કામેશ્વર મહાદેવ પાસે સબ ઝોનલ ઓફિસ ખાતે પરિવાર સાથે મતદાન કરશે.
રાજ્યના મુખ્યમંત્રી Bhupendra Patel શીલજ પ્રાથમિક શાળામાં સવારે 8:30 વાગ્યે પોતાનો મત આપશે. આ સાથે જ ભાજપ પ્રદેશ પ્રમુખ Jagdish Panchal ઠક્કરબાપાનગર ખાતે સરદાર પટેલ સ્કૂલમાં સવારે 8 વાગ્યે મતદાન કરશે, જ્યારે રાજ્યકક્ષાના મંત્રી Darshana Vaghela જોધપુર વિસ્તારમાં રવિશંકર વિદ્યાલયમાં સવારે 8:30 વાગ્યે મતદાન કરશે.
આ ચૂંટણી દરમિયાન મુખ્યમંત્રી સહિત મંત્રી, ધારાસભ્યો અને શહેરના અન્ય નેતાઓ મળી કુલ 30 જેટલા અગ્રણીઓ અમદાવાદમાં મતદાન કરશે. મોટા ભાગના નેતાઓ સવારે 7:30 થી 9:30 દરમિયાન મતદાન પૂર્ણ કરી પોતાના મતવિસ્તારમાં મતદારોને પ્રેરિત કરવા માટે નીકળશે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને શહેરમાં મતદારોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.