કુંભમાંથી પરત ફરતા ગુજરાતના યાત્રિકોની બસ પલટી

કુંભમાંથી પરત ફરતા ગુજરાતના યાત્રિકોની બસ પલટી:ગોતામાં આવેલી અંબિકા દાલવડાના માલિકના પુત્રનો હાથ કપાયો, 27 પરિવારજનો ઈજાગ્રસ્ત

અમદાવાદથી પ્રયાગરાજ મહાકુંભમાં ગયેલા અને ત્યાંથી પરત ફરી રહેલા ગુજરાતના યાત્રિકોને રાજસ્થાનમાં અકસ્માત નડ્યો છે. રાજસ્થાનના રાજસમંદ નજીક બસની બ્રેક ફેલ થતા પલટી ખાઈ ગઈ હતી. બસમાં સવાર ગોતામાં આવેલા અંબિકા દાલવડાના માલિકના દસ વર્ષીય પુત્રનો હાથ કપાયો છે. જ્યારે અન્ય 27 લોકો ઘાયલ થતા તેઓને રાજસંમદ રિફર કરવામાં આવ્યા છે.

અંબિકા દાલવડાના માલિક પરિવાર સહિતના લોકો ઈજાગ્રસ્ત

અમદાવાદમાં રહેતા અને ગોતા વિસ્તારમાં શ્રી અંબિકા દાલવડા નામે દુકાન ધરાવતા અમિતભાઈ ચંદેલ અને તેમના પરિવારજનો બસમાં પ્રયાગરાજ કુંભમેળામાં ગયા હતા. બસમાં સવાર તમામ 48 યાત્રિકો તેના પૈતૃક ગામ પાલીના કોસેલાવ જઈ રહ્યા હતા. અકસ્માત સમયે તમામ લોકો ઊઁઘી રહ્યા હતા. અચાનક બસ પલટી જતાં તમામે બૂમાબૂમ કરી મૂકી હતી.

રાજસ્થાનના કોસેલાવ ગામ નજીક અકસ્માત થયો

પોલીસના જણાવ્યા મુજબ, ચંદેલ પરિવારના પૈતૃક ગામથી 40 કિમી દૂર જ્યારે બસ હતી ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. આ વિસ્તારમાં આ પહેલા પણ અકસ્માત થઈ ચૂક્યા છે. તમામ યાત્રિકોએ પ્રયાગરાજથી પરત ફરી સાંવરિયા શેઠના દર્શન પણ કર્યા હતા. ત્યારબાદ તેઓ પોતાના ગામ પરત ફરી રહ્યા હતા. બસમાં સવાર તમામ લોકો એક જ પરિવારના છે.

અકસ્માત પહેલા બસમાંથી અવાજ આવતા હતો, બ્રેક ન લાગી

બસમાં સવાર યાત્રિક આકાશ બોરાણાએ જણાવ્યું હતું કે, બસમાં લોકો ઊંઘી રહ્યા હતા. કોઈને કંઈ ખબર જ ન પડી. ઢાળ ઉતરતી સમયે અકસ્માત થયો. બે બાળકોને ગંભીર ઈજા થઈ છે. અમદાવાદના ગોતા વિસ્તારમાં શ્રી અંબિકા દાલવડાના માલિક અમિતભાઈ ચંદેલના પુત્ર ઓમનો જમણો હાથ કપાઈ ગયો છે. જ્યારે અન્ય ઘાયલોને રાજસમંદ લઈ જવામાં આવ્યા છે.

ઘાયલ લોકોના નામની યાદી

આશિકા પ્રકાશ ચંદેલ

તમન્ના સુરેશ ચંદેલ

કન્યા તુલસીરામ

મથુરા મીઠાલાલ

પાર્વતી રાજુ

સંગીતા વિશાલ

વિવેક વિશાલ

અમિત માનાજી ચંદેલ

ભાવેશ પ્રકાશ

પ્રાચી અમિત

પાનીબેન ભોમારામ

જિહાન સંજય

ભોમાજી નવલારામ

વિજય રાજુભાઈ

ફાલ્ગુની પ્રકાશ

નિમિત મનીષ

મૂળીબેન ચંપત

વિમલા અમિત

નિલમ અમિત

રાજુ માનાજી

કાજલ અમિત

પૂજા આકાશ

સુરેશ રાજુભાઈ

દકુબેન માનાજી

નિશા રાજુભાઈ

દામિનીબેન જિગ્નેશભાઈ

આકાશ સોહનભાઈ

મનીષ ફાઉલાલ

રોહન મનીષ

જ્યોતિ મનીષ

વધુ સમાચારો અને અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *