
BREAKING: ઈન્દ્રભારતી બાપુની તબિયત લથડી
BREAKING: જૂનાગઢના ભારતી આશ્રમના બાપુ ઈન્દ્રભારતીની તબિયત અચાનક જ લથડી હોવાના સમાચાર આવ્યા છે. પ્રયાગરાજમાં ચાલી રહેલા કુંભ મેળામાં ગયા હતા તે સમયે ધૂળને ઉડવાને લઈને ઈન્દ્રભારતી બાપુના ફેફસામાં ઈન્ફેક્શન થયુ છે. ઈન્દ્રભારતી બાપુને સાત દિવસ માટે ICUમાં રાખવામાં આવ્યા છે. ડોક્ટરે તેમને 15 દિવસ સુધી આરામ કરવાની સલાહ આપી છે. ખાસ કે, બાપુ તેમના નિવેદનને લઈ હંમેશા ચર્ચામાં રહેતા હોય છે.