એક જ દિવસમાં 3 ઘટના, ગોધરામાં પૈસા માટે મહિલાઓ વચ્ચે ઝઘડો, તલવારથી હુમલો અને પોલીસ સ્ટેશનમાં મારામારી

એક જ દિવસમાં 3 ઘટના, ગોધરામાં પૈસા માટે મહિલાઓ વચ્ચે ઝઘડો, તલવારથી હુમલો અને પોલીસ સ્ટેશનમાં મારામારી

ગોધરા
ગોધરા

શહેરમાં એક જ દિવસમાં ત્રણ અલગ-અલગ હિંસક ઘટનાઓ બની છે. પહેલી ઘટનામાં રહેમતનગર વિસ્તારમાં સુલેમાની મસ્જિદ પાસે રહેતા શફિયા વસીમ નૂરમહમદ શેખના ઘરે બે મહિલાઓએ પૈસાની માંગણી કરી હતી. બિલ્કિસ મોસીમ ખરાદી અને મુબસીરા મોસીમ ખરાદીએ 50 હજાર રૂપિયા ઉછીના માંગ્યા હતા. શફીયાની માતાએ પૈસા ન હોવાનું જણાવતા બંને મહિલાઓએ ગાળાગાળી કરી અને મારપીટ કરી હતી.

બીજી ઘટના પ્રભારોડ પર આવેલ વિઠ્ઠલનિવાસ હાઉસિંગ સોસાયટીમાં બની હતી. શૌચાલય અને બાથરૂમ બનાવવા બાબતે જૂના ઝઘડાની અદાવતમાં નિહિલ અનિલભાઈ સોલંકીએ મહેશભાઈ છોટુભાઈ સોલંકી પર તલવારથી હુમલો કર્યો હતો. મહેશભાઈને માથાના ડાબા ભાગે ઈજા થઈ હતી.

ત્રીજી ઘટનામાં ગોધરા શહેર એ ડિવિઝન પોલીસ મથકમાં જ છ લોકોએ મારામારી કરી હતી. પરેશ અને યશ ત્રિકમદાસ ભાગવાણી, મુકેશ ઉત્તમચંદ બસરાણી, કમલેશ મનહરલાલ રાસધારી, કવિતાબેન કમલેશ રાસધારી અને સુનીતાબેન ઉત્તમચંદ બસરાણી સામેલ હતા.

પોલીસે ત્રણેય ઘટનાઓમાં 12 જુલાઈના રોજ અલગ-અલગ ફરિયાદો નોંધી છે અને આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

વધુ સમાચારો અને અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *