ભચાઉના અધોઇમાં 70 લાખના મુદ્દામાલ સાથે JCB અને ડમ્પર જપ્ત, ચાઈનાક્લેનું ખનિજનુંગેરકાયદે ખનન ઝડપાયું.

ભચાઉના અધોઇમાં 70 લાખના મુદ્દામાલ સાથે JCB અને ડમ્પર જપ્ત, ચાઈનાક્લેનું ખનિજનુંગેરકાયદે ખનન ઝડપાયું.

 

ભચાઉ

કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકામાં ગેરકાયદેસર ખનિજ ખનનનો મોટો કેસ પકડાયો છે. કલેક્ટર આનંદ પટેલની સૂચના અને ભૂસ્તરશાસ્ત્રી અંજાર (પૂર્વ-કચ્છ)ના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી છે.

ભચાઉ 1

ખાનગી બાતમીના આધારે  વોચ ગોઠવવામાં આવી હતી. ભૂસ્તરશાસ્ત્રી કચેરીના રોયલ્ટી ઇન્સ્પેક્ટર બી.વી.સાધુ અને માઇન્સ સુપરવાઇઝર એમ.એસ.ગોજિયાની ટીમે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન ચાઈના ક્લે ખનિજનું ગેરકાયદે ખનન અને વહન કરતા એક JCB એસ્કેવેટર અને એક ડમ્પર પકડાયા હતા.

અધિકારીઓએ બંને વાહનો સીઝ કર્યા છે. આ કાર્યવાહીમાં કુલ 70 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. વાહન ચાલક અને માલિક વિરુદ્ધ ગુજરાત મિનરલ્સ (પ્રિવેન્શન ઓફ ઇલ્લીગલ માઇનીંગ, ટ્રાન્સપોર્ટેશન એન્ડ સ્ટોરેજ) રૂલ્સ-2017 અંતર્ગત કાર્યવાહી કરવામાં આવશે.

વધુ સમાચારો અને અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *