અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં નવજીવન: નવજાત બાળકીની જીવલેણ જન્મજાત ખામીની સફળ સર્જરી

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં નવજીવન: નવજાત બાળકીની જીવલેણ જન્મજાત ખામીની સફળ સર્જરી

અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે કચ્છની એક નવજાત બાળકીની ‘બાયલેટરલ કોએનલ એટ્રેસિયા’ જેવી અત્યંત જટિલ અને જીવલેણ જન્મજાત ખામીની સફળ સર્જરી કરી તેને નવજીવન આપવામાં આવ્યું છે. આ સંપૂર્ણ સારવાર વિનામૂલ્યે કરવામાં આવી હતી, જેના કારણે ગરીબ અને અંત્યોદય પરિવારો માટે રાજ્ય સરકારની આરોગ્ય સેવાઓ આશીર્વાદરૂપ બની છે.

જન્મથી જ બાળકીના નાકનો માર્ગ સંપૂર્ણ બંધ હોવાથી તેને શ્વાસ લેવામાં ગંભીર તકલીફ અનુભવાતી હતી. અમદાવાદ સિવિલ હોસ્પિટલની અદ્યતન ટેક્નોલોજી, કુશળ ડૉક્ટર્સ તેમજ મલ્ટિ-ડિસિપ્લિનરી ટીમવર્ક દ્વારા અત્યંત બારીકાઈપૂર્વક સર્જરી કરવામાં આવી હતી. સર્જરી દરમિયાન નાકનો બંધ માર્ગ દૂર કરી સેપ્ટેક્ટોમી દ્વારા શ્વાસ લેવાનો રસ્તો સંપૂર્ણ ખુલ્લો કરવામાં આવ્યો હતો.

હાલ બાળકી સંપૂર્ણ સ્વસ્થ છે અને કોઈપણ સપોર્ટ વિના કુદરતી રીતે નાકથી શ્વાસ લઈ રહી છે. ડૉક્ટર્સની સમયસરની કામગીરી અને આધુનિક સારવાર પદ્ધતિના કારણે બાળકીનું જીવન બચાવવામાં સફળતા મળી છે.

રાજ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, ગુજરાત સરકારની વિવિધ સિવિલ હોસ્પિટલ્સ ગરીબો અને અંત્યોદય પરિવારો માટે આશાનું સાચું કિરણ બની રહી છે. રાજ્ય સરકાર આરોગ્ય ક્ષેત્રે આધુનિક સુવિધાઓ અને નિષ્ણાત તબીબોની સેવાઓ દ્વારા જનતાને શ્રેષ્ઠ સારવાર ઉપલબ્ધ કરાવવા પ્રતિબદ્ધ છે.

વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *