ભારતની દીકરીઓ’નું રેકોર્ડબ્રેક પ્રદર્શન

ભારતની દીકરીઓ’નું રેકોર્ડબ્રેક પ્રદર્શન, મહિલા એશિયા કપમાં પાંચમી મેચ જીતી, થાઈલેન્ડને ફક્ત 36 બોલમાં હરાવ્યું

ભારતે મહિલા એશિયા કપમાં થાઈલેન્ડને 9 વિકેટથી હરાવ્યું. આ ભારતની છઠ્ઠી મેચમાં પાંચમી જીત છે. ભારતે થાઈલેન્ડને 37 રન પર ઓલઆઉટ કર્યુ હતુ અને પછી જીતના લક્ષ્યને છઠ્ઠી ઓવરમાં 1 વિકેટ ગુમાવીને પ્રાપ્ત કર્યુ. ભારતીય ટીમ પહેલા જ સેમી ફાઈનલમાં પહોંચી ગઇ છે.

ભારતે મહિલા એશિયા કપમાં પોતાની પાંચમી મેચ જીતી

ભારતે મહિલા એશિયા કપમાં પોતાની પાંચમી મેચ જીતી. ભારતે થાઈલેન્ડને 10 વિકેટથી હાર આપી. આ જીતની સાથે ભારતીય ટીમે પોઈન્ટની સુચિમાં પોતાની સ્થિતિ મજબૂત કરી છે. હવે ભારતના 6 મેચમાંથી 10 પોઈન્ટ થયા છે. થાઈલેન્ડે આની પહેલા સતત ત્રણ મેચ જીતી હતી. થાઈલેન્ડે ગયા રવિવારે મલેશિયાને 50 રનથી હરાવ્યું હતુ. આની પહેલા 7 ઓક્ટોબરે યુએઈને 18 રન અને એક દિવસ પહેલા એટલેકે 6 ઓક્ટોબરે પાકિસ્તાનને 4 વિકેટથી હાર આપી. પરંતુ ભારતીય ટીમે તેનો વિજયી રથ અટકાવ્યો. ભારતે પહેલી સેમીફાઈનલમાં પોતાની જગ્યા પાક્કી કરી દીધી છે. 

આ મેચમાં સ્મૃતિ મંધાનાએ ભારતીય ટીમની આગેવાની સંભાળી

થાઈલેન્ડ સામે એશિયા કપની આ મેચમાં કેપ્ટન હરમીનપ્રીત કૌર ના રમી. તેના સ્થાને સ્મૃતિ મંધાનાએ ભારતીય ટીમની આગેવાની સંભાળી. તેમના માટે પણ આ મેચ ખાસ હતી. આ મંધાનાની કારકિર્દીની 100મી ટી-20 હતી અને ટીમે આ જીતની ભેટ સાથે વધુ સ્પેશિયલ બનાવી. મંધાનાએ આ મેચમાં ટૉસ જીત્યો હતો અને પહેલા બોલિંગ પસંદ કરી. દીપ્તિ શર્માએ ત્રણ ઓવરમાં નથાકન ચંથમને ક્લીન બોલ્ડ કરી. ત્યારબાદ ભારતને બીજી સફળતા માટે 3 ઓવરની રાહ જોવી પડી. જો કે, તેની ધગશનુ ફળ મીઠુ રહ્યું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *