
Pm modi : આણંદ ખાતે આજે સંબોધનમાં તેઓએ CM ભૂપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી અમિત શાહના વખાણ કર્યા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી( pm modi) આજે ગુજરાતના 4 જિલ્લાઓની મુલાકાતે છે. જેમાં ભરૂચ, આણંદ, અમદાવાદ અને જામનગરના તેઓ પ્રવાસે છે. ત્યારે PM મોદીએ ( pm modi) આજે ભરૂચવાસીઓને રૂપિયા 8200 કરોડોના પ્રોજેક્ટનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરી મોટી ભેટ આપી છે. ત્યાર બાદ PM મોદી અત્યારે આણંદની મુલાકાતે છે.
આપણને 25 વર્ષના અનુભવી CM મળ્યા છે: PM
અહીં PM મોદીએ આણંદના શાસ્ત્રી મેદાનમાં જાહેર જનસભાને સંબોધી વેળાએ CMના વખાણ કરતા કહ્યું કે, ‘હું જ્યારે મુખ્યમંત્રી બન્યો ત્યારે મને વહીવટનો અનુભવ ન હતો, પરંતુ આજે આપણું સદભાગ્ય છે કે, આપણને 25 વર્ષના અનુભવી મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી મળ્યા છે, જેમને પંચાયતથી લઈને વિધાનસભા સુધીનો અનુભવ છે.’
વધુમાં PM મોદીએ કહ્યું કે, ‘કેસરિયો સાગર હિલોળા લઈ રહ્યો છે, આજે જ્યાં નજર પહોંચે ત્યાં કેસરિયો સાગર દેખાઈ રહ્યો છે, વટ પાડી દીધો હો. ગુજરાતમાં ભાજપ એટલે સૌનો સાથ સૌનો વિકાસ, તમે જેટલો સાથ આપ્યો અમે એટલો વિકાસ આપ્યો.