Mandvi : માંડવી લુહાર ચોક ખાતે શરદપૂર્ણિમા ની ભવ્ય ઉજવણી કરાઈ

Mandvi : માંડવી લુહાર ચોક ખાતે શરદપૂર્ણિમા ની ભવ્ય ઉજવણી કરાઈ

શ્રી લુહાર ચોક યુવક મંડળ માંડવી દ્વારા શરદપૂર્ણિમા ના દિવસે વિવિધ આયોજનો કરવા માં આવ્યા

શ્રી લુહાર ચોક યુવક મંડળ માંડવી દ્વારા શરદપૂર્ણિમા ના દિવસે વિવિધ આયોજનો કરવા માં આવ્યા

Mandvi : બંદરીય શહેર માંડવી ના આંગણે દર વર્ષ ની જેમ આ વર્ષે પણ શ્રી લુહાર ચોક યુવક મંડળ માંડવી કે ઐતિહાસિક પાટલા ગરબી તરીકે ઓળખાય છે તેમના દ્વારા એકમ થી પૂનમ સુધી નવરાત્રી નું ભવ્ય આયોજન કરવા માં આવે છે .

Mandvi : શરદ પૂનમ ના વિશેષ આયોજન માં લુહાર ચોક યુવક મંડળ ના પ્રમુખ હેમાંગભાઈ કાનાણી તેમજ અજયભાઈ આસોડિયા અને શ્રી લુહાર ચોક યુવક મંડળ માંડવી ના સહુ કાર્યકરો સાથે મળી ને મહાઆરતી , દાંડીયારાસ હરિફાઈ , કુમારિકાઓ ને લ્હાણી , મહાપ્રસાદ અને દાંડીયારાસ હરિફાઈ ના ૧ નંબર થી ૮ નંબર સુધી ના વિજેતાઓ ને ઈનામ આપવામાં આવ્યા,ભાવિકો સાથે મળી વાજતે ગાજતે માતાજી નો ગરબો માંડવી દરિયા કિનારે પધરાવવા પદયાત્રા કરી હતી

Mandvi : સમગ્ર આયોજન ના દાતા શ્રી ઓ નું આભાર વ્યક્ત કરાયો હતો, કાયમી મંડપ ના દાતા જીગ્નેશભાઈ રાવરાણી , મહાપ્રસાદ ના દાતા નયનભાઈ રાવરાણી , નિયાંનિયો ની લ્હાણી ના મુખ્ય દાતા દેવરાજભાઈ ગઢવી અને વિશેષ મહેમાન વિશ્વ હિન્દુ પરિષદના કચ્છજિલ્લા ઉપાધ્યક્ષ દીપેશ ભાઈ જોશી હાજર રહ્યા હતા તેમજ વિશ્વ હિન્દુ પરિષદ માંડવી નગર દ્વારા ભેટ મળેલ હતી.
શ્રી લુહાર ચોક યુવક મંડળ ના પ્રમુખ શ્રી હેમાંગભાઈ કાનાણી સહુ નો આભાર વ્યક્ત કર્યો હતો.

સમગ્ર આયોજન ને સફળ બનાવવા શ્રી લુહાર ચોક યુવક મંડળ માંડવી ના યુવાનો એ જહેમત ઉપાડી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *