
વડોદરા :
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન વર્ષ ૨૦૨૧-22નું 3804 કરોડ રૂપિયાનું ડ્રાફ્ટ બજેટ મ્યુનિસિપલ કમિશ્નર પી. સ્વરૂપે સ્થાયી સમિતિમાં રજૂ કર્યું હતું. બજેટમાં શહેરીજનો માટે કોઈ નવો કર સૂચવ્યો નથી. વડોદરા કોર્પોરેશન વર્ષ 2020-21નું બજેટ 3769 કરોડ રૂપિયાનો હતો. છેલ્લા વર્ષના બજેટ કરતાં ચાલુ વર્ષે રજૂ કરેલા બજેટમાં 112 કરોડ રૂપિયા વધુ ફાળવવામાં આવ્યા છે.
પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ EWS પ્રકારના 1900 આવાસો તથા 35 ચોરસ મીટર કારપેટ એરિયા ધરાવતી 81 દુકાન બનાવવાનું આયોજન કરવામાં આવશે. નવા સમાવિષ્ટ બિલ, ભાઈલી, સેવાસી વેમાલી, કરોળિયા, વડદલા તથા ઉંડેરા ગામમાં ઊંચી ટાંકી પંપ પાણી વિતરણની નવા નેટવર્કની કામગીરી હાથ ધરવામાં આવશે. નવા બનાવનાર રોડ ડિવાઇડર ઉપર તથા નવા સમાવિષ્ટ વિસ્તારના મુખ્ય રસ્તા ઉપર સેન્ટ્રલ લાઈટીંગની કામગીરી પણ કરવામાં આવશે. તરસાલી ખાતે નવી ટ્રીટમેન્ટ પ્લાન્ટ તથા તરસાલી જંકશન પર નવા ફ્લાય ઓવરબ્રિજ બનાવવામાં આવશે, આરોગ્યલક્ષી સેવાઓ અંતર્ગત નવી 4 સીએચસી તથા 12 પીએચસી કાર્યરત કરવામાં આવશે, હેલ્થ મ્યુઝિયમ અને પાણીગત સ્લોટર હાઉસના આધુનિકરણની કામગીરી પૂર્ણ કરવામાં આવશે, વરસાદી પાણીના સુચારુ નિકાલ માટે રાજીવ નગરથી સંજયનગર સુધી તથા સરસિયા તળાવથી પટેલ પાર્ક સુધી નવી વરસાદી ચેનલ નાખવાનું આયોજન છે, પંડ્યા હોટલથી છાણી સુધી, ખિસકોલી સર્કલથી વડસર બ્રીજ સુધી રોડ કાર્પેટીંગ તથા સિલિકોટની કામગીરી, શ્રીમ ગેલેક્સીને જોડતો હાઇટેન્શન રોડ બનાવવાની કામગીરી તથા એસારપેટ્રોલ પંપથી ઉમા ચાર રસ્તા સુધી ઇનર રિંગરોડની રિસર્ફેસીંગ કરવાની કામગીરી કરવામાં આવશે.