
અમદાવાદ :
રાજ્યમાં કોરોના વાયરસનું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે આજે રાજ્યના વિવિધ જિલ્લામાં કુલ 890 દર્દીઓ નોંધાયા હતા. 594 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. જ્યારે રાજ્યમાં આજે 1 વ્યક્તિનું કોરોનાથી મોત નિપજ્યું હતું. જો કે, રાજ્યમાં કુલ 2,69,955 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં દર્દીઓનો સાજા થવાનો દર 96.72 થઇ ચુક્યો છે.
રાજ્યમાં કોરોના રસીકરણની વાત કરીએ તો અત્યાર સુધીમાં કુલ 20,69,918 વ્યકિતઓનું પ્રથમ ડોઝનું અને 5,15,842 વ્યકિતઓનું બીજા ડોઝનું રસીકરણ પુર્ણ થયું છે. આજે 60 વર્ષથી વધુ વયના તેમજ 45થી 60 વર્ષના ગંભીર બિમારી ધરાવતા કુલ 89,138 વ્યકિતઓનું ૨સીકરણ કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં રાજયમાં એક પણ વ્યકિતને કોરોના ૨સીના કારણે ગંભીર આડઅસર જોવા મળી નથી.
રાજયમાં બોટાદ, છોટાઉદેપુર, ડાંગ અને વલસાડ એમ કુલ 05 જીલ્લામાં કોરોનાનો એક પણ કેસ નોંધાયેલ નથી. રાજ્યમાં કોવિડ-19 ના 890 દર્દીઓ નોંધાયા છે. અને રાજ્યભરમાંથી 594 દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યા છે. આ સાથે જ રાજ્યનો રીકવરી રેટ 96.72 ટકા જેટલો છે. રાજ્યમાં હાલ 4717 એક્ટિવ દર્દી છે. જે પૈકી 56 લોકો વેન્ટીલેટર પર છે. 4661 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 2,69,955 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં છે. રાજ્યમાં કોરોનાના કારણે કુલ 4425 લોકોનાં મોત નિપજ્યાં છે. આજે કોરોનાને કારણે સુરત કોર્પોરેશનનાં 1 દર્દીનું મોત નિપજ્યું હતું.