una teacher suspended ઉનામાં વિદ્યાર્થી પાસે દારૂ મંગાવનાર શિક્ષક સસ્પેન્ડ, શિક્ષણ મંત્રીના આદેશ બાદ ધરપકડ

una teacher suspended ઉનામાં વિદ્યાર્થી પાસે દારૂ મંગાવનાર શિક્ષક સસ્પેન્ડ, શિક્ષણ મંત્રીના આદેશ બાદ ધરપકડ

una teacher suspended ગીર સોમનાથના ઉનાની ખાપટ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થી પાસે દારૂ મંગાવવાના ગંભીર મામલે શિક્ષક હરેશગિરી ગોસ્વામી સસ્પેન્ડ. શિક્ષણ મંત્રીના આદેશ બાદ પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી.

una teacher suspended ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાની ખાપટ પ્રાથમિક શાળામાં ધોરણ-7ના વિદ્યાર્થી પાસે વિદેશી દારૂ મંગાવવાનો ગંભીર આરોપ સામે આવતા શિક્ષક હરેશગિરી ગુલાબગીરી ગોસ્વામીને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. રાજ્યના શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાના કડક આદેશ બાદ શાળાના આચાર્યની ફરિયાદના આધારે પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપી શિક્ષકની ધરપકડ કરી છે.

una teacher suspended શિક્ષણ મંત્રીનો કડક વલણ

આ સમગ્ર ઘટનાને ગંભીરતાથી લઈને શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાએ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી (DPEO)ને સંબંધિત શિક્ષક સામે પોલીસ ફરિયાદ નોંધાવવાનો આદેશ આપ્યો હતો. સાથે જ તેમણે ગીર સોમનાથના પોલીસ અધિક્ષક (SP) સાથે સીધી વાતચીત કરીને તપાસ ઝડપથી પૂર્ણ કરવા સૂચના આપી હતી. મંત્રીએ સ્પષ્ટ જણાવ્યું કે વિદ્યાર્થીઓની સુરક્ષા અને શૈક્ષણિક સંસ્થાઓની શિસ્ત સાથે કોઈપણ પ્રકારની બાંધછોડ સહન કરવામાં આવશે નહીં.

una teacher suspended વિદ્યાર્થીનો ચોંકાવનારો ખુલાસો

જે વિદ્યાર્થીને દારૂ લેવા મોકલવામાં આવ્યો હતો તેણે જણાવ્યું કે, તે શિક્ષકને વારંવાર ના પાડતો હતો છતાં શિક્ષક જબરદસ્તી ગેટ સુધી લઈ જઈ દારૂ લેવા મોકલતા હતા. વિદ્યાર્થીએ એવો પણ દાવો કર્યો કે તેણે શિક્ષક માટે અગાઉ પણ ઘણી વખત દારૂ લાવ્યો હતો.

una teacher suspended સ્થાનિકોમાં ભારે રોષ

સ્થાનિક અજયભાઈ ઝાલાએ જણાવ્યું કે માત્ર શિક્ષક સામે જ નહીં પરંતુ જે વ્યક્તિએ સગીર બાળકને દારૂ આપ્યો તેની સામે પણ કડક કાર્યવાહી થવી જોઈએ. તેમના જણાવ્યા મુજબ વિદ્યાર્થીએ ગામના ભાવેશ નામના વ્યક્તિની દુકાનેથી દારૂ લાવ્યાનું કહ્યું હતું. સ્થાનિકોએ ગામમાં ચાલતા ગેરકાયદે દારૂના ધંધાની પણ નિષ્પક્ષ તપાસ કરવાની માંગ કરી છે.

una teacher suspended ફરજ દરમિયાન દારૂ મંગાવવાનો આરોપ

માહિતી મુજબ, 20 જૂન, 2026ના રોજ શિક્ષક હરેશગિરી ગોસ્વામીએ શાળામાં ફરજ દરમિયાન વિદ્યાર્થીને રૂપિયા આપીને વિદેશી દારૂની બોટલ મંગાવી હતી. ઘટના સામે આવતા શિક્ષક શાળામાંથી ગાયબ થઈ ગયો હતો. ત્યારબાદ શિક્ષણ વિભાગે તાત્કાલિક અસરથી તેને સસ્પેન્ડ કરી દીધો.

una teacher suspended આચાર્યની ફરિયાદ બાદ ગુનો નોંધાયો

ખાપટ પ્રાથમિક શાળાના આચાર્ય મિલનગિરી જીવનગીરી ગોસ્વામીએ પોલીસમાં સત્તાવાર ફરિયાદ નોંધાવતા પોલીસે પ્રોહિબિશન એક્ટની કલમ 65(એ) હેઠળ ગુનો દાખલ કરીને આરોપીની ધરપકડ કરી છે. સમગ્ર મામલે વધુ તપાસ ચાલુ છે.

una teacher suspended અગાઉ પણ થયા હતા ગંભીર આક્ષેપ

ફરિયાદ મુજબ, આરોપી શિક્ષક સામે અગાઉથી જ દારૂના નશામાં શાળાએ આવવાના અને વિદ્યાર્થીઓને ભણાવવાના આક્ષેપો થતા રહ્યા હતા. 4 માર્ચે પણ શિક્ષક નશાની હાલતમાં શાળાએ આવ્યા હોવાની લેખિત રજૂઆત કરવામાં આવી હતી. જોકે તે સમયે કોઈ કડક કાર્યવાહી થઈ નહોતી.

આ ઘટનાએ સમગ્ર ગીર સોમનાથ જિલ્લામાં ભારે ચર્ચા જગાવી છે. વાલીઓ અને સ્થાનિકોએ દોષિત સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની તેમજ શાળાઓમાં આવા બનાવો ફરી ન બને તે માટે અસરકારક પગલાં ભરવાની માંગ કરી છે.

Advertisement
Advertisement

વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *