
આ નિર્ણય મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં શનિવારે જિલ્લા આપદા પ્રબંધન સમિતિઓ સાથે બેઠક યોજાઇ હતી. જેમાં મહામારીના ફેલાવાને લઈને વિસ્તૃતમાં ચર્ચા કરાઇ હતી. આ બેઠક બાદ ઠેર-ઠેર કલમ 144 પણ લાગુ કરવાના આદેશ આપવામાં આવ્યા હતા.
ક્યાં શહેરમાં ક્યાં સુધી લૉકડાઉન રહેશે ?
■ ઇન્દોર શહેર, રાઉ નગર, મહૂ નગર, શાજાપુર શહેર અને ઉજ્જૈન શહેરમાં આગામી 19 એપ્રિલ સુધી સવારે 6 વાગ્યા સુધી
■ બડવાની, રાજગઢ, વિદિશા જિલ્લામાં 19 એપ્રિલ સુધી 6 વાગ્યા સુધી
■ બાલાઘાટ, નરસિંહપુર, સિવની જિલ્લા અને જબલપુર શહેરમાં 12 એપ્રિલની રાતથી 22 એપ્રિલની સવાર સુધી