
અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના ઝાંઝરી મંદિર ખાતે આવેલ ધોધ જોવા માટે અરવલ્લી જિલ્લા તેમજ અમદાવાદ,ગાંધીનગર, વડોદરા, મહેસાણા,સાબરકાંઠા જિલ્લાના પર્યટકો ધોધ જોવા તેમજ સ્નાન કરવા માટે મોટી સંખ્યામાં વ્યકિતઓ આવે છે. હાલમાં ગુજરાત રાજયમાં તેમજ અરવલ્લી જિલ્લામાં કોરોનાનુ સંક્રમણ વધી રહયું છે આ પ્રવૃત્તિઓ કે જે આરોગ્ય માટે હાનીકારક છે તેમજ કોરોના સંક્રમણ ફેલાવવાની દહેશત રહેલ છે જેથી જાહેર હીતમાં આવી પ્રવૃત્તિ અટકાવવા સાવચેતીના પગલાં ભરવા જરૂરી હોઇ તેમજ સ્વચ્છ પાણી અને ખોરાકની સગવડ માટે અને કોરોના જેવા ચેપી રોગચાળા વાળા માણસોથી બચવા તથા રોગ ન થવા દેવા અથવા તેનો ફેલાવો અટકાવવાના પગલાં ભરવા અરવલ્લી જિલ્લા મેજીસ્ટ્રેટ અમૃતેશ ઔરંગાબાદકર મોડાસા સને ૧૯૫૧ ના ગુજરાત પોલીસ અધિનિયમની કલમ ૪૩ (૧) થી મળેલ સત્તાની રુએ પ્રતિબંધિત હુકમ જાહેર કરેલ છે. ઝાંઝરી મંદિર તથા ઝાંઝરી ખાતે આવેલ ધોધ ખાતે આવનાર દરેક વ્યકિતઓને ગુજરાત રાજયમાં તેમજ અરવલ્લી જિલ્લામાં કોરોનાનુ સંક્રમણ વધી રહયું છે આ પ્રવૃત્તિઓ કે જે આરોગ્ય માટે હાનીકારક છે જેથી જાહેર હિતમાં ધ્યાનમાં રાખીને આવી પ્રવૃત્તિઓ અટકાવવા જિલ્લાના બાયડ ખાતે આવેલ ઝાંઝરી મંદિર તેમજ ધોધ પર પર્યટકોના પ્રવેશ ઉપર બીજો કોઇ આદેશ ન થાય ત્યાં સુધી સંપૂર્ણ પ્રતિબંધ ફરમાવેલ છે.