એશિયા કપ 2022 માટે શ્રીલંકાએ પોતાની ટીમની જાહેરાત કરી, આ 20 ખેલાડીઓને મળી તક.

એશિયા કપ 2022નો 27 ઓગસ્ટથી યૂએઇમાં પ્રારંભ થવા જઇ રહ્યો છે.

એશિયા કપ 2022 માટે અંતે શ્રીલંકાએ પોતાની ટીમની જાહેરાત કરી દીધી છે. એશિયા કપ 2022નો પ્રારંભ શ્રીલંકામાં 27 ઓગસ્ટથી અફઘાનિસ્તાન વિરૂદ્ધ મેચ રમીને કરશે. તમામ ટીમોએ આ ટૂર્નામેન્ટ માટે પોતાની ટીમની જાહેરાત ઘણી પહેલા કરી દીધી હતી. શ્રીલંકા પોતાની ટીમની જાહેરાત કરનારી અંતિમ ટીમ બની છે. આ વખતે એશિયા કપની યજમાની શ્રીલંકાને મળી હતી પણ દેશમાં ચાલતા આર્થિક સંકટને કારણે શ્રીલંકા ક્રિકેટ બોર્ડે પોતાના હાથ પાછળ ખેચી લીધા હતા જે બાદ યૂએઇમાં તેનું આયોજન કરવામાં આવ્યુ છે.

શ્રીલંકા ક્રિકેટ બોર્ડે એશિયા કપ 2022 માટે 20 ખેલાડીઓની ટીમની જાહેરાત કરી છે. ટીમની કમાન દાસુન શનાકા સંભાળતો જોવા મળશે.

એશિયા કપ 2022 માટે શ્રીલંકાની ક્રિકેટ ટીમ

દાસુન શનાકા (કેપ્ટન), ધનુષકા ગુણથિલકા, પથુમ નિસંકા, કુસલ મેન્ડિસ, ચરિત અસલંકા, ભાનુકા રાજપક્ષે, આશેન બંડારા, ધનંજયા ડી સિલ્વા, વનિંદુ હસરંગા, મહેશ થીક્ષાના, જેફરી વાંડરસે, પ્રવીણ જયવિક્રમા, દુષ્મંથા ચમીરા, બિનુરા ફર્નાન્ડો, ચામિકા ફર્નાન્ડો, મદુશંકા, મથીશા પથિરાના, દિનેશ ચાંદીમલ, નુવાનિંદુ ફર્નાન્ડો અને કસુન રજિતા

એશિયા કપ 2022નો સંપૂર્ણ કાર્યક્રમ

પ્રથમ મેચ- 27 ઓગસ્ટ- શ્રીલંકા વર્સિસ અફઘાનિસ્તાન, દુબઇ
બીજી મેચ- 28 ઓગસ્ટ- ભારત વર્સિસ પાકિસ્તાન- દુબઇ
ત્રીજી મેચ- 30 ઓગસ્ટ- બાંગ્લાદેશ વર્સિસ અફઘાનિસ્તાન- શારજાહ
ચોથી મેચ- 31 ઓગસ્ટ- ભારત વર્સિસ ક્વોલિફાયર- દુબઇ
પાંચમી મેચ- 1 સપ્ટેમ્બર- શ્રીલંકા વર્સિસ બાંગ્લાદેશ- દુબઇ
છઠ્ઠી મેચ- 2 સપ્ટેમ્બર- પાકિસ્તાન વર્સિસ ક્વોલિફાયર- શારજાહ
સાતમી મેચ- 3 સપ્ટેમ્બર- બી 1 વર્સિસ બી 2- શારજાહ
આઠમી મેચ- 4 સપ્ટેમ્બર- એ 1 વર્સિસ એ 2- દુબઇ
નવમી મેચ- 6 સપ્ટેમ્બર- એ 1 વર્સિસ બી-1- દુબઇ
દસમી મેચ- 7 સપ્ટેમ્બર- એ 2 વર્સિસ બી-2- દુબઇ
11મી મેચ- 8 સપ્ટેમ્બર- એ 1 વર્સિસ બી-2- દુબઇ
12મી મેચ- 9 સપ્ટેમ્બર- બી 1 વર્સિસ એ-2- દુબઇ
ફાઇનલ મેચ- 11 સપ્ટેમ્બર- 1st સુપર 4 વર્સિસ 2nd સુપર 4 ટીમ- દુબઇ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *