ભાજપનું મિશન ઉત્તર ગુજરાત – વિધાનસભાની ચૂંટણી પહેલા વધુ એક કોંગ્રેસના ધારાસભ્ય બીજેપીમાં જોડાય તેવી તેજ અટકળો, અગાઉ આ દિગ્ગજો જોડાયા.

ભાજપમાં અશ્વિન કોટવાલ, પૂર્વ કોંગ્રેસના ધારાસભ્ય આદિવાસી મજબૂત ચહેરો માનવામાં આવે છે. સ્વ. અનિલ જોષીયારાના પૂત્ર પણ ભાજપમાં જોડાયા છે. મહેન્દ્રસિંહ સરવૈયા પૂર્વ ધારાસભ્ય આજે કોંગ્રેસથી છેડો ફાડે તેવી શક્યતા

ભાજપ દ્વારા વિઘાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને જે જગ્યાએ નબળા બૂથો છે, વોટબેન્ક પર જ્યાં અસર પડે તેવી છે તેવા વિસ્તારોમાં ભાજપ અલગ અલગ રણનીતી બનાવી રહ્યું છે. ત્યારે એક રણનિતી વેલકમ બીજેપીની છે. જેમાં સૌરાષ્ટ્ર બાદ બાજપની સિધી નજર ઉત્તર ગુજરાત પર છે. ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસની પરંપરાગત બેઠકો છે ત્યાંના ધારાસભ્યો, દિગ્ગજ નેતાને તેમના તરફ કરવામાં આવી રહ્યા છે. ત્યારે વધુ એક કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય બીજેપીમાં જોડાઈ રહ્યા હોવાની વિગતો મળી રહી છે.  

જેથી એક સાંઘે ત્યાં તૂટે જેવી સ્થિતિ કોંગ્રેસની જોવા મળી રહી છે અને વઘુ એક ઝટકો કોંગ્રેસને ઉત્તર ગુજરાતની સીટ પર લાગી શકે છે. કેટલીક ગઢ ગણાતી સીટોમાં ભાજપ આદિવાસી વોટ બેન્ક અંકે કરવા માંગે છે ત્યારે ઉત્તર ગુજરાતમાં ભાજપના વેલકમ નીતિ કેમ્પેઈનમાં વધુ એક નેતા જોડાય તેવી અટકળો થઈ રહી છે.
પ્રાંતિજના પૂર્વ ધારાસભ્ય 22 ઓગષ્ટના રોજ કેસરીયો કરે તેવી શક્યતા છે. પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ કેસરીયો કરી રહ્યા હોવાની અટકળોએ જોર પકડ્યું છે.જેથી ઉત્તર ગુજરાતમાં વધુ એક ઝટકો લાગશે. સોમવારના રોજ શક્તિ પ્રદર્શન સાથે ભાજપ પૂર્વ ધારાસભ્યને પક્ષમાં જોડશે તેવી શક્યતાઓ છે. ભાજપમાં અશ્વિન કોટવાલ, પૂર્વ કોંગ્રેસના ધારાસભ્ય આદિવાસી મજબૂત ચહેરો માનવામાં આવે છે. સ્વ. અનિલ જોષીયારાના પૂત્ર પણ ભાજપમાં જોડાયા છે. મહેન્દ્રસિંહ સરવૈયા પૂર્વ ધારાસભ્ય આજે કોંગ્રેસથી છેડો ફાડે તેવી શક્યતા છે જેથી આજે મહેન્દ્રસિંહના સમાચાર ભાજપમાં જોડાવવાને લઈને આવી શકે છે. સોમવારના રોજ તેઓ સીઆર પાટીલની હાજરીમાં વિધીવત રીતે તેમના સમર્થકો સાથે કેસરીયો કરશે. જેથી બીજેપી ઉત્તર ગુજરાતમાં મજબૂતાઈથી આગળ વધી રહી છે જ્યાં વોટબેન્ક અંકે કરવા અને 150 પ્લસ સીટોના જીતના લક્ષ્યાંક તરફ આગળ વધવા તરફ એક પછી એક રણનીતી વિવિધ વિસ્તારોમાં જ્યાં કોંગ્રેસનો ગઢ છે ત્યાં બનાવી રહી છે. 

સૂત્રો તરફથી મળતી વિગતો અનુસાર પ્રાંતિજના પૂર્વ ધારાસભ્ય કે જેમના કેટલાક પ્રશ્નો છે જે તેમને પક્ષ તરફ મૂક્યા હતા ત્યારે આ પ્રકારે તેમના ભાજપમાં જોડાવવાના સમાચાર સામે આવી રહ્યા છે. નબળા બૂથ છે જે જગ્યા પર નબળી સ્થિતિ છે ત્યાં મજબૂતાઈથી બીજેપી વેલકમ બીજેપી નિતી અપનાવી રહી છે પરંતુ આગામી સમયમાં જ ખબર પડશે કે, આ રણનિતી તેમને કેટલી ફળી શકે છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *