- ધલ અલ્ફાના ફકીરમામદ

રાજુલામાં આવેલી કન્યા શાળા નંબર-1માં દરરોજની માફક ગઈકાલે શાળા ચાલી રહી હતી. ત્યારે ધોરણ 8ના ક્લાસમાં છતમાંથી અચાનક પોપડાં ખરી પડતાં નીચે અભ્યાસ કરી રહેલી વિદ્યાર્થિનીઓ પર પડ્યાં હતાં, જેમાં રિયા વાઢેર અને શ્રુતિ મોઠિયા નામની વિદ્યાર્થિનીઓને ઈજાઓ પહોંચી હતી. ઘટનાના પગલે શિક્ષકો દોડી આવ્યા હતા અને ઘાયલ વિદ્યાર્થિનીઓને સારવાર માટે હોસ્પિટલમાં ખેસડવામાં આવી હતી. એમાં શ્રૃતિને મહુવાની હોસ્પિટલમાં અને રિયાને વધુ ઈજાઓ પહોંચી હોવાથી ભાવનગર સારવાર માટે ખસેડવામાં આવી છે.