ગોપાલક ફતેહ મોહમ્મદ 14 ફેબ્રુઆરીના રોજ પોલીસને જણાવે છે કે પોતાના ગામ ચુહડપુરના જંગલોમાં ઢોરને ચરવા માટે છોડાયા હતા. પાછા ફરવા પર તેમણે જોયું કે તેમના જ ગામના અડધા ડઝન લોકોએ એક વાંછરડાના પગ બાંધીને તેની સાથે દુષ્કર્મ આચર્યું. જ્યારે ફતેહ મોહમ્મદે તમનો વિરોધ કર્યો, તો તેમણે તેમને મારી નાંખવાની ધમકી આપી તથા ત્યાંથી ફરાર થઇ ગયા. આ ઘટનાનો વીડિયો પણ વાયરલ થયો હતો.
ઘટનાનો વીડિયો વાયરલ થયા બાદ પોલીસે કડક કાર્યવાહી શરુ કરી. પોલીસે આ મામલામાં 4 આરોપિયોને પકડ્યા છે. પોલીસ અધિક્ષક શાંતનુ કુમારના દિશા નિર્દેશ પર પોલીસની સોશિયલ મીડિયા ટીમેં 4 આરોપિયોને અરેસ્ટ કર્યા છે. અન્ય આરોપિયોની ધર-પકડના પ્રયાસો સતત ચાલુ છે.
જે આરોપિયો અરેસ્ટ થયા છે તેમાં 21 વર્ષનો ઝુબેર, 20 વર્ષનો ચુન્ના ઉર્ફ તારીફ, તાલીમ તથા વારિસ શામેલ છે. બધા આરોપિઓ ચૂહડપુર થાના ચોપાનકી ભિવાડીના રહેવાસી છે. કહેવાઈ રહ્યું છે કે બધા આરોપી પોલીસથી બચવા માટે હરિયાણા મેવાતમાં પોતાના સંબંધીઓને ત્યાં છુપાવા જઈ રહ્યા હતા પરંતુ પોલીસની તત્પરતાએ ચારેય આરોપિયોને પકડી પાડ્યા.

