કચ્છના મુન્દ્રા પોલીસ મથકમાં પૂછપરછ દરમિયાન યુવકનું શંકાસ્પદ મૃત્યુ

કચ્છના મુન્દ્રા પોલીસ મથકમાં પૂછપરછ દરમિયાન યુવકનું શંકાસ્પદ મૃત્યુ થયું છે. ઘરફોડ ચોરીના કેસમાં યુવકની પૂછપરછ ચાલી રહી હતી. સમાઘોઘા ગામના અરજણ ગઢવીનું પૂછપરછ દરમિયાન માર મારતા મૃત્યુ થયું છે.

પૂછપરછ દરમિયાન યુવકને છાતીમાં દુ:ખાવો થયાની ફરિયાદ કરવામાં આવી હતી. મૃતકના પરિવારજનોએ પોલીસકર્મીઓ પર ગંભીર આરોપ લગાવ્યા છે. પોલીસે યુવકને ગોંધી રાખીને હત્યા કરી હોવાના આરોપ પણ લગાવ્યો છે.

યુવકનું મૃત્યુ થતાં મુન્દ્રા પોલીસના 3 પોલીસકર્મીઓ સામે ફરિયાદ નોંધાઇ છે. શક્તિસિંહ ગોહિલ, અશોક કનાડ, જયદીપસિંહ ઝાલા સામે હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *