
Surat Real Estate Scam ₹1.56 કરોડના જમીન કૌભાંડમાં અમદાવાદના બિલ્ડર ઉમંગ ઠક્કરની ધરપકડ, સુરત પોલીસે હાથ ધરી વધુ તપાસ
Surat Real Estate Scam ખોલવડના પ્લોટિંગ પ્રોજેક્ટમાં છેતરપિંડીનો આરોપ; રેરા નિયમોના ભંગ સહિત અનેક ગંભીર મુદ્દાઓ સામે આવ્યા
Surat Real Estate Scam સુરતના બહુચર્ચિત ખોલવડ રિયલ એસ્ટેટ કૌભાંડમાં કામરેજ પોલીસે મોટી કાર્યવાહી કરતાં અમદાવાદના જાણીતા બિલ્ડર તથા ‘પતંગ હોટેલ’ના માલિક ઉમંગ ઠક્કરની ધરપકડ કરી છે. આ કેસમાં ‘સત્ય સંકલ્પ બિલ્ડકોન એલએલપી’ના ભાગીદારો નીલ ઠક્કર અને કાંથા ઠક્કર સામે પણ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસ હાલ સમગ્ર નાણાકીય વ્યવહારો અને પ્રોજેક્ટ સાથે જોડાયેલા અન્ય પાસાઓની તપાસ કરી રહી છે.
Surat Real Estate Scam પોલીસ અનુસાર, ખોલવડ ગામમાં ‘સહજાનંદ નિર્વાણ’ નામે પ્લોટિંગ પ્રોજેક્ટનું જાહેરાતો અને હોર્ડિંગ્સ મારફતે માર્કેટિંગ કરવામાં આવ્યું હતું. ફરિયાદી પુષ્પકભાઈ દિનેશભાઈ પટેલે વર્ષ 2025 દરમિયાન તેમની પત્નીના નામે પ્લોટ બુક કરાવી અલગ-અલગ હપ્તામાં ₹65.59 લાખની ચુકવણી કરી હતી.
Surat Real Estate Scam જોકે, જમીનના દસ્તાવેજોની તપાસ દરમિયાન જાણવા મળ્યું કે જે પ્લોટ વેચવામાં આવ્યો હતો તે વર્ષ 2018માં જ અન્ય વ્યક્તિના નામે ટ્રાન્સફર થઈ ચૂક્યો હતો. પ્લોટનો કબજો કે રકમ પરત ન મળતાં ફરિયાદીએ પોલીસનો સંપર્ક કર્યો હતો. આ જ પ્રકારની છેતરપિંડીનો ભોગ બનેલા અંદાજે 15થી 16 લોકો દ્વારા પણ ફરિયાદ નોંધાવવામાં આવી હોવાનું સામે આવ્યું છે. પોલીસે કુલ ₹1.56 કરોડની છેતરપિંડીના મામલે ગુનો નોંધી ઉમંગ ઠક્કરની ધરપકડ કરી છે.
તપાસ દરમિયાન પોલીસને પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે કે પ્રોજેક્ટ માટે જરૂરી રેરા નોંધણી વગર જ પ્લોટિંગનું માર્કેટિંગ કરવામાં આવ્યું હતું. ઉપરાંત, જમીન સંબંધિત કોર્ટમાં ચાલી રહેલા વિવાદની માહિતી પણ ખરીદદારો પાસેથી છુપાવવામાં આવી હોવાનો આરોપ છે. પોલીસ કાર્યવાહીની જાણ થતાં જ પ્રોજેક્ટના હોર્ડિંગ્સ અને બેનરો હટાવી દેવામાં આવ્યા હોવાનું પણ તપાસમાં સામે આવ્યું છે.
Surat Real Estate Scam ઉમંગ ઠક્કર અગાઉ પણ વિવિધ આર્થિક અને કાનૂની વિવાદોમાં ચર્ચામાં રહ્યા છે. વર્ષ 2021માં ઈડી દ્વારા ધર્મદેવ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે જોડાયેલા નાણાકીય વ્યવહારોની તપાસ કરવામાં આવી હતી. વર્ષ 2013માં સર્વિસ ટેક્સની રકમ સરકારમાં જમા ન કરવાના આરોપસર તેમની ધરપકડ પણ થઈ હતી. ત્યારબાદ જામીન પર મુક્તિ મળી હતી. તેમની કંપની સામે ઇન્સોલ્વન્સી સંબંધિત કાર્યવાહી તેમજ આવકવેરા વિભાગની તપાસ પણ ચાલી ચૂકી છે.
Surat Real Estate Scam કામરેજ પોલીસ હવે આ સમગ્ર પ્રકરણમાં નાણાકીય વ્યવહારો, અન્ય સંભવિત પીડિતો અને પ્રોજેક્ટ સાથે સંકળાયેલા તમામ દસ્તાવેજોની તપાસ કરી રહી છે. તપાસ પૂર્ણ થયા બાદ વધુ ખુલાસા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
