
Gujarat Cabinet ભારે વરસાદ બાદ રાજ્ય કેબિનેટના મોટા નિર્ણયો: અમદાવાદના વેપારીઓને સહાય, નુકસાનીનો સર્વે અને સીસી રોડ બનાવવાની જાહેરાત
Gujarat Cabinet મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી કેબિનેટ બેઠકમાં અસરગ્રસ્ત વિસ્તારો માટે અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લેવાયા
Gujarat Cabinet મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી ગુજરાત રાજ્ય કેબિનેટ બેઠકમાં ભારે વરસાદ બાદ સર્જાયેલી પરિસ્થિતિની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી. બેઠકમાં અસરગ્રસ્ત વિસ્તારોમાં પાક નુકસાની, વેપારીઓને સહાય, રસ્તાઓના કાયમી નિરાકરણ, વીજ પુરવઠાની સ્થિતિ તેમજ અન્ય મહત્વના મુદ્દાઓ પર નિર્ણયો લેવામાં આવ્યા.
Gujarat Cabinet રાજ્યમાં ભારે વરસાદને કારણે અમદાવાદ સહિત અનેક શહેરોમાં વેપારીઓને મોટું નુકસાન થયું છે. તેને ધ્યાનમાં રાખીને અમદાવાદના વેપારીઓને સુરતની જેમ સહાય આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ માટે નુકસાનીનો સર્વે હાથ ધરવામાં આવશે. રાજ્ય સરકારના જણાવ્યા મુજબ આ નિર્ણય માત્ર અમદાવાદ પૂરતો મર્યાદિત નહીં રહે, પરંતુ જ્યાં જ્યાં ભારે વરસાદથી નુકસાન થયું હશે ત્યાં જરૂરી કાર્યવાહી કરવામાં આવશે.
Gujarat Cabinet કેબિનેટ બેઠકમાં ભારે વરસાદને કારણે થયેલા માનવ અને પશુ મૃત્યુ અંગે શોક વ્યક્ત કરવામાં આવ્યો હતો અને મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરવામાં આવી હતી.
Gujarat Cabinet રાજ્યના અસરગ્રસ્ત 1,997 ગામોમાં વીજ પુરવઠો ફરી શરૂ કરવામાં આવ્યો હોવાનું બેઠકમાં જણાવાયું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વરસાદી પરિસ્થિતિમાં ફરજ બજાવતા વીજ કર્મચારીઓની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવા સૂચના આપી હતી. તેમણે તમામ ફીલ્ડ કર્મચારીઓને જરૂરી સેફ્ટી સાધનો ઉપલબ્ધ કરાવીને જ કામગીરી કરાવવા માટે ચીફ સેક્રેટરીને નિર્દેશ આપ્યો હતો.
Gujarat Cabinet ભારે વરસાદ દરમિયાન વારંવાર રસ્તાઓ તૂટી જવાની સમસ્યાને ધ્યાનમાં રાખીને મહાનગરપાલિકા અને નગરપાલિકાના આંતરિક રસ્તાઓને તબક્કાવાર સિમેન્ટ-કોંક્રિટ (સીસી) રોડમાં રૂપાંતરિત કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ગામતળના પાણી ભરાતા રસ્તાઓ તેમજ ઔદ્યોગિક વિસ્તારોમાં પણ સીસી રોડનું કામ તબક્કાવાર હાથ ધરાશે.

Gujarat Cabinet સ્વચ્છતા અભિયાનને વધુ ગતિ આપવા માટે મુખ્યમંત્રીએ રાજ્યના નાગરિકોને દર મહિનાના પ્રથમ રવિવારે સવારે 8થી 9 વાગ્યા સુધી એક કલાક સ્વૈચ્છિક શ્રમદાન કરવાની અપીલ કરી છે.
Gujarat Cabinet EWS આવક મર્યાદા વધારવાના મુદ્દે હાલ કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. સરકાર દ્વારા વિવિધ મુદ્દાઓ પર સતત વિચારણા કરવામાં આવી રહી હોવાનું પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું.
Gujarat Cabinet ખેડૂતોને થયેલા નુકસાન અંગે જરૂરિયાત મુજબ સર્વે કરીને સરકાર યોગ્ય સહાય અને કાર્યવાહી કરશે તેમ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે. શિક્ષક સહાયક ભરતી અંગે મળેલી રજૂઆત પર શિક્ષણ વિભાગ અભ્યાસ કરી રહ્યો હોવાનું પણ સરકારે જણાવ્યું.
Gujarat Cabinet કેબિનેટ બેઠક દરમિયાન કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ લઈ રહેલા ભારતીય ખેલાડીઓને શુભેચ્છા પાઠવવામાં આવી હતી અને દેશનું ગૌરવ વધારનાર ખેલાડીઓને અભિનંદન આપવામાં આવ્યા હતા.

વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો