ગેસના બાટલા માંથી સોરી કરી માણસોની જિંદગી તે રીતે બેદરકારી પ્રયુગ કૃત્ય કરનાર ઝડપી લીધો

અમરેલી ટાઉનમાથી પેટ્રોલીંગ દરમ્યાન એક ઇસમને પોતાના રહેણાંક મકાનેથી ગેસના બાટલામાથી ગેસની ચોરી કરી માણસોની જીંદગી જોખમાય તે રીતે બેદરકારી ભર્યુ કૃત્ય કરનાર ઇસમને પકડી પાડતી અમરેલી સીટી પોલીસ *

ભાવનગર રેન્જ આઇ.જી.પી.શ્રી ગૌતમ પરમાર સાહેબ તથા અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી હિમકર સિંહ સાહેબએ અમરેલી જીલ્લામા થતી ચોરીઓ અટકાવવા જરૂરી સુચના આપેલ હોય અને માણસોની જીંદગી જોખમ મુક્ત રહે તે માટે કાર્યવાહી કરવા જણાવેલ હોય જે અન્વયે નાયબ પોલીસ અધિક્ષક શ્રી જે.પી.ભંડારી સાહેબના માર્ગદર્શન હેઠળ અમરેલી સીટી પો.સ્ટે. પોલીસ ઇન્સ. શ્રી ડી.વી.પ્રસાદ સાહેબની સુચના મુજબ અમરેલી સીટી પોલીસ પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન અમરેલી,સવજીપરા રોડ,દારૂસલામ સોસાયટી મેમણનગર મા રહેતા એક ઇસમને (૧) રાંધણ ગેસના બાટલા નંગ- ૦૩ કી.રૂ.૮૨૦૦/- તથા (૨) કોમર્સીયલ ગેસના બાટલા નંગ-૦૬ કી.રૂ.૧૦૮૦૦/- તથા (૩) ગેસ રીફીલીંગ માટેની ઇલેક્ટ્રીકમોટર નંગ-૦૨ કી.રૂ.૫૦૦૦/- તથા (૪) એક ઇલેકટ્રીક વજન કાટો કી.રૂ.૫૦૦/- મળી કુલ કી.રૂ.૨૪૫૦૦/- નો મુદામાલ પોતાના રહેણાંક મકાને રાખી પોતાની આજુબાજુમા રહેતા માણસોની જીંદગી જોખમાઇ તે રીતે એક ગેસના બાટલામાંથી બીજા ગેસના બાટલાનું ઇલેકટ્રીક મોટર વડે રીફીલીંગ કરી બેદરકારી ભર્યુ કત્ય કરી તેમજ ગેસની ચોરી કરતા પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરેલ છે.

પકડાયેલ આરોપીઓની વિગતઃ-

(૧) સોયેબભાઇ મજીદભાઇ અલીયાણી ઉ.વ.૨૪ ધંધો.ભારત ગેસના ગોડાઉનની ચોકીદારી રહે.અમરેલી, સવજીપરા રોડ,હઠીલા હનુમાન મંદીરની બાજુની કોલોની,મેમણ કોલોની તા.જી.અમરેલી.

ટલ્ટ એમબીજીડી

આ કામગીરી અમરેલી સીટી પો.સ્ટે.ના પોલીસ ઇન્સ.શ્રી ડી.વી.પ્રસાદ સાહેબની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી સીટી પો.સ્ટે. પો.સબ.ઇન્સ.વી.સી.બોરીચા તથા હેડ કોન્સ.મહેશભાઇ સોલંકી તથા દિનેશભાઇ સરવૈયા તથા ગૌરવભાઇ પંડ્યા તથા પો.કોન્સ.જગદીશભાઇ પોપટ તથા ધવલભાઇ મકવાણા તથા દેવાંગભાઇ મહેતા તથા અશોકસિંહ મોરી વી,પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવેલ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *