
Stock Market Opening On 2nd February 2023: ભારતીય શેરબજારમાં ફરી એકવાર ઘટાડા સાથે કારોબાર શરૂ થયો છે. રોકાણકારોની વેચવાલી, અદાણી ગ્રુપ એન્ટરપ્રાઇઝિસના એફપીઓની વાપસીના કારણે બજારનું સેન્ટિમેન્ટ બગડ્યું છે. જેના કારણે BSE સેન્સેક્સ 248 પોઈન્ટના ઘટાડા સાથે 59,459 પોઈન્ટ પર ખુલ્યો હતો જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 147 પોઈન્ટના ઘટાડા સાથે 17,517 પોઈન્ટ પર ખુલ્યો હતો. જો કે હવે ઘટાડા સાથે ખુલ્યા પછી બેંકે નિચલા લેવલથી શાનદાર રિકવરી કરી છે. હવે સેન્સેક્સ 182 અને નિફ્ટી 32 પોઈન્ટની તેજી સાથે ટ્રેડિંગ કરી રહ્યો છે. બજારમાં આ તેજી બેન્કિંગ શેરોમાં ખરીદારીના કારણે આવી છે, જે સવારે ઘટાડા સાથે ખુલ્યા હતા.
સેક્ટરલ અપડેટ
આજના ટ્રેડિંગ સેશનમાં આઈટી, એફએમસીજી (FMCG), મીડિયા અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ સેક્ટરના શેરોમાં ખરીદારી જોવા મળી રહી છે. જ્યારે બેન્કિંગ, ઓટો, ઈન્ફ્રા, મેટલ્સ, એનર્જી અને ફાર્મા સેક્ટરના શેરમાં વેચવાલી જોવા મળી રહી છે. મિડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સ લીલા નિશાનમાં કારોબાર કરી રહ્યાં છે. સેન્સેક્સના 30 શેરોમાંથી 15 શેરો વધારા સાથે અને 15 શેરો ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યાં છે. નિફ્ટીના 50 શેરોમાંથી 19 શેરો વધારા સાથે ટ્રેડ થઈ રહ્યાં છે જ્યારે 31 શેરો ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યાં છે.
અદાણીના શેરોમાં લોઅર સર્કિટ
આજે શેરબજાર ખુલતા જ અદાણી ગ્રુપની લગભગ તમામ કંપનીઓમાં લોઅર સર્કિટ જોવા મળી છે. ADANI ENTERPRISES, ADANI GREEN ENERGY, ADANI PORTS & SEZ, ADANI TOTAL GAS, ADANI TRANSMISSION માં 10 ટકાની લોઅર સર્કિટ જોવા મળી છે. જ્યારે ADANI POWER અને ADANI WILMAR માં 5 ટકાની લોઅર સર્કિટ લાગી છે.
નિફ્ટીના સૌથી વધુ ઘટાડાવાળા શેર
નિફ્ટી 147 પોઈન્ટના ઘટાડા સાથે 17,469.30 પોઈન્ટ પર ખુલ્યો. શરૂઆતી ટ્રેડિંગમાં આ શેરોમાં ઘટાડો જોવા મળ્યો
ADANI ENT, HDFC LIFE, ADANI PORTS, UPL, SBIN
બજેટ પહેલા શેરબજારમાં ઉતાર ચઢાવ જોવા મળ્યો
અગાઉ 1 ફેબ્રુઆરીએ બજેટના દિવસે ભારતીય શેરબજારમાં ભારે ઉતાર-ચઢાવ જોવા મળ્યો હતો. સેન્સેક્સમાં 1500થી વધુ પોઈન્ટની વધઘટ જોવા મળી હતી, જ્યારે બેન્ક નિફ્ટીમાં 2500 પોઈન્ટની આસપાસ હલચલ જોવા મળી હતી. એશિયન માર્કેટમાં તેજી જોવા મળી રહી છે. જાપાનનો નિક્કી 0.40 ટકા અને કોરિયાનો કોસ્પીમાં 0.95 ટકાની તેજી છે. ફેડની કાર્યવાહી બાદ ડોલર નવ મહિનાની નીચી સપાટીએ ગયો હતો.