
23 એપીએમસીની ચૂંટણીઓ જાહેર કરવામાં આવી છે. ફેબ્રુઆરીથી લઈને મે મહિના સુધી આ ચૂંટણીઓ ચાલશે. વિધાનસભા બાદ ફરી એકવાર ગુજરાતમાં રાજકિય માહોલ જોવા મળશે ત્યારે એપીએમસીની ચૂંટણીઓને લઈને સહકારી આગેવાનોની લોબિંગ પણ શરુ થઈ ચૂકી છે.
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓ ડીસેમ્બરમાં જ પૂર્ણ થઈ ચૂકી છે ત્યારે જિલ્લા સ્તરે સ્થાનિક ચૂંટણીઓ પણ આગામી સમયમાં યોજાઈ શકે છે આ ઉપરાંત લોકસભાની ચૂંટણીઓને લઈને પણ ચહલ પહલ જોવા મળી રહી છે જો કે, એ પહેલા એપીએમસીની ચૂંટણીઓથી માહોલ ગરમાશે. કેમ કે, આ મહિનેથી જ ચૂંટણીઓ શરુ થઈ રહી છે. એક પછી એક એમ તમામ ઝોનમાં 23 એપીએમસીની ચૂંટણીઓ યોજવામાં આવી રહી છે. જેની તારીખો પણ જાહેર કરી દેવામાં આવી છે.
17 એપીએમસીની ચૂંટણી એપ્રિલ મહિનામાં યોજાશે
17 એપ્રિલે એક સાથે 10 APMCની ચૂંટણી યોજાશે જેમાં ઉત્તર ગુજરાતમાં બાયડ એપીએમસીની ચૂંટણી 12 એપ્રિલે યોજાશે. કરજણ અને સિદ્ધપુર એપીએમસીની ચૂંટણી 17 એપ્રિલે, માણસા અને વાસદ ટીંબી, વાલિયા, તારાપુર, ડીસા એપીએમસીની ચૂંટણી યોજાશે આ ઉપરાંત બોડેલી અને ઉમરાળા APMCની પણ ચૂંટણી 17 એપ્રિલે જ યોજાશે.
4 મહિનામાં એક પછી એક એપીએમસીની ચૂંટણીઓ
– ફેબ્રુઆરીમાં એપીએમસીની બે ચૂંટણીઓ યોજાશે
વિજાપુર એપીએમસીની ચૂંટણી 3 ફેબ્રુઆરીએ યોજાશે જ્યારે દક્ષિણ ગુજરાતમાં રાજપીપળા એપીએમસીની ચૂંટણી 24 ફેબ્રુઆરીએ યોજાશે
– માર્ચ મહિનામાં માત્ર અંજાર એપીએમસીની ચૂંટણી યોજાશે.
– અંજાર એપીએમસીની ચૂંટણી 4 માર્ચે યોજાશે.
– માલપુર એપીએમસીની ચૂંટણી 27 એપ્રિલે
– કાલાવડ એપીએમસીની ચૂંટણી 28 એપ્રિલે
– સુરત અને વિરમગામ APMCની ચૂંટણી 24 એપ્રિલે.
– સોનગઢ (તાપી) એપીએમસીની ચૂંટણી 26 એપ્રિલે
– મંડલ APMCની ચૂંટણી 29 એપ્રિલે
– ધંધુકા એપીએમસીની ચૂંટણી 5મી એપ્રિલે યોજાશે
– વાલોડ અને સાવલી એપીએમસીની ચૂંટણી 1 મેના
આગેવાનોના લોબિંગ થશે
ખેતીવાડી ઉત્પનન્ન બજાર સમિતીમાં પણ આગેવાનોના લોબિંગ જોવા મળશે તેમાં પણ ખેત પેદાશોના જણસના વેપાર અને વહીવટો હોદ્દેદારો દ્વારા કરવામાં આવતા હોય છે જેમાં ગુજરાતમાં મોટામાં મોટી એપીએમસીઓ પણ છે જ્યાં મોટા ટર્ન ઓવરો પણ થતા હોય છે.