આઝાદીનો અમૃત મહોત્સવ કાર્યક્રમની જિલ્લામાં તડામાર તૈયારીઓ

કલેકટરશ્રી પ્રવિણા ડી.કે. ની આગેવાની હેઠળ વહીવટી તંત્ર સજ્જ

દેશની આઝાદીના ૭૫ વર્ષની ઉજવણીના ભાગરૂપે સમગ્ર રાજયમાં સ્વતંત્રતા સાથે સંકળાયેલા ૭૫ સ્થળે આઝાદીનો આ મહોત્સવ કાર્યક્રમ યોજાશે.
જે પૈકી જિલ્લાના માંડવી ખાતે યોજાનાર આ કાર્યક્રમની પૂર્વ તૈયારીની સમીક્ષા જિલ્લા કલેકટરશ્રી પ્રવિણા ડી.કે. અને વહીવટી ટીમે કરી હતી. મસ્કા ક્રાંતિતીર્થ ખાતે કલેકટરશ્રી સાથે જિલ્લા વિકાસ અધિકારીશ્રી ભવ્ય વર્મા, અધિક નિવાસી કલેકટરશ્રી કુલદીપસિંહ ઝાલા તેમજ સબંધિત અધિકારી સર્વે કર્મીઓ જોડાયા હતા.
સમગ્ર તૈયારીનું નિરીક્ષણ કરતા સબંધિત બાબતોએ સબંધિતોને સૂચના આપી તેમણે સફળતાપૂર્વક આ કાર્યક્રમને પૂર્ણ કરવા સૌને અનુરોધ કર્યો હતો. જિલ્લામાં આઝાદીના અમૃત મહોત્સવ કાર્યક્રમની તડામાર તૈયારી થઇ ગઇ હતી. તેમજ મુખ્ય મથક ભુજ અને માંડવી ખાતે પ્રચાર-પ્રસારના હોર્ડિગ્સ પણ લોકોને આકર્ષિત કરી રહયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *