
બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલયના મુખ્ય સંચાલિકા રાજયોગિની દાદી હ્રદયમોહિની ગુરુવારે દેવલોક પામ્યા છે. 93 વર્ષની ઉંમરે તેમણે મુંબઈની હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા છે. રાજયોગિની દાદી હ્રદય મોહિનીજીનું સ્વાસ્થ્ય થોડા સમયથી ઠીક નહતું.
મુંબઈની સૈફી હોસ્પિટલમાં એમની સારવાર ચાલતી હતી. તેમના નિધનના સમાચારથી ભારત સહિત વિશ્વભરમાં શોકની લાગણી પ્રસરાઈ ગઈ છે. આ સાથે જ બ્રહ્માકુમારીના આગામી કાર્યક્રમો સ્થગિત કરી દેવામાં આવ્યા છે.
તેમના પાર્થિવ દેહને બ્રહ્માકુમારીના આબુ રોડ પર આવેલા શાંતિવન લઈ જવામાં આવશે. 12 માર્ચે તેમના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે શાંતિવનમાં રાખવામાં આવશે અને 13 માર્ચે સવારે માઉન્ટ આબુના જ્ઞાન સરોવર એકેડમીમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.