ગાંધીનગર જિલ્લામાં ચોરીઓ તેમજ લૂંટના બનાવો છેલા ઘણા સમયથી વધી ગયા છે ત્યારે પોલીસની ઊંઘ હરામ કરી નાખી છે.પોલીસની રાત્રી પેટ્રોલિંગની પોલ તો ચોરોએ ખુલ્લી પાડી જ દીધી છેમ ત્યારે હવે લૂંટારુઓએ ધોળે દિવસે પણ લૂંટને અંજામ આપી રહયા છે. ત્યારે પોલીસની કામગીરી ઉપર પણ સવાલ ઉઠી રહયા છે..આવા બેફામ બનેલા તત્વો પર પોલીસ ક્યારે રોક લગાવશે..?
મહિલા ઉપર હિંસક હુમલો કરી લૂંટ ચલાવી..
કલોલ તાલુકાના વડસર ગામની સીમમાં ખેતરમાં વૃદ્ધ પર હુમલો કરી લૂંટ ચાલવામાં આવી 42 હજારના દાગીનાની લૂંટ કરી લૂંટારાઓ ફરાર થઈ ગયા છે. લૂંટારુઓએ મહિલા ઉપર હિંસક રીતે હુમલો કરી લુંટ ચલાવી છે હુમલામાં મહિલા ગંભીર રીતે ઘવાયેલા છે.વધુ સારવાર અર્થે કલોલની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા..
મહિલાને માથાના ભાગે 8 ટાંકા લેવામાં આવ્યા
માથાના ભાગે 8 ટાંકા લેવામાં આવ્યા માથાના ભાગેથી પુષ્કળ પ્રમાણમાં લોહી વહી રહ્યું હતું આ ઘટના આશરે બપોરના1 વાગ્યાની આસ પાસ બની છે.બબીબેન ખેતરમાં એકલા જ હતા તેમના શરીર ઉપર 35 હજારની કિંમતના ચાંદીના કડલા,ચાંદીની સેરો,આમ કુલ મળી 42 હજારના દાગીનાની લૂંટ બનવા પામી છે.સમગ્ર ઘટના તેમબ પતિ ખેતરમાં તેમના માટે જમવાનું લઈને આવ્યા ત્યારે બબીબેન લોહી લુહાણ હાલતમાં ઢળી પડેલા જોઈ નગજીભાઈને માલુમ થયું કે કાંઈ ઘટના બની છે.ત્યારબાદ કારમાં તત્કાલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા ત્યાં તેમને ICU મા રાખવામાં આવ્યા અને માથાના ભાગે 8 જેટલા ટાંકા લેવામાં આવ્યા અને વધુ સારવાર માટે શ્રધા હોસ્પિટલ માં ખસેડવામાં આવ્યા બાદમાં બનાવની નગજીભાઈએ સાંતેજ પોલીસ મથકે ફરિયાદ આપો પોલીસે અજાણ્યા ઈસમો વિરુદ્ધ લૂંટનો ગુનો નોંધી વધી તપાસ હાથ ધરી..
