વિધાર્થીઓના હિતમ નરોડાની આદિત્ય ઇન્ટરનેશનલ સ્કુલ દ્વારા ફી માફી કરવામાં આવી છે. કોરોના કાળમાં વિધાર્થીઓની વહારે આવી સ્કુલ અંગ્રેજી માધ્યમમાં નર્સરીથી ઘોરણ -૧ સુધીના વિધાર્થીઓની ૧૦૦% ફી માફી આપવામાં આવી છે.ગુજરાતી માધ્યમમાં જુનિયર કેજી થી ઘોરણ-૧ સુધીના વિધાર્થીઓની પણ ફી માફી
વાલીઓ દ્વારા સ્કુલના નિર્ણયને આવકારવામાં આવ્યો છે.
નિર્ણયને અન્ય સંચાલકો અનુસરે તેવી આદિત્ય સ્કુલના મેનેજમેન્ટની અપીલ ગત વર્ષથી કોરોના મહામારીએ શાળાના બાળકોના શિક્ષણ પર ગંભીર અસર કરી જ છે અને વિધાર્થીઓ ઓનલાઈન શિક્ષણ મેળવી રહ્યા છે પણ તેના માટે પણ વાલીઓને આર્થિક સંકળામણ વચ્ચે પણ ફી ચુકવવી જ પડી રહી છે. ત્યારે નરોડા સ્થિત આદિત્ય ઇન્ટરનેશનલ સ્કુલે એક પ્રશંસનીય નિર્ણય કર્યો છે.સ્કુલના સંચાલકો દ્વારા ચાલુ વર્ષે અંગ્રેજી માધ્યમમાં નર્સરીમાં અને ગુજરાતી માધ્યમમાં જુનિયર કે જીમાં પ્રવેશ લેનાર વિધાર્થીઓની સંપૂર્ણ ફી માફી કરવાનો નિર્ણય લીધો છે.
કોરોના મહામારીએ કોઈના સ્વજન છીનવી લીધા છે તો કોઈની રોજગારી છીનવી લીધી છે અને વિધાર્થીઓના શિક્ષણ પર પણ ગંભીર અસર થવા પામી છે અને બાળકોને ઘરે બેઠા ઓનલાઈન શિક્ષણ મેળવવું પડી રહ્યું છે અને તે માટે પણ શાળાને મસમોટી ફી તો ચૂકવવી જ પડી રહી છે.અને ફી ના ચૂકવો તો ઓનલાઈન શિક્ષણ ના આપવાના તો ક્યાંક રિજલ્ટ ના આપવના બનાવો પણ પ્રકાશમાં આવ્યા છે.
આ પ્રકારની વિપરીત સ્થિતિમાં નરોડાની આદિત્ય ઇન્ટરનેશનલ સ્કુલ વિધાર્થીઓ અને વાલીઓની વ્હારે આવી છે.નરોડા સ્થિત આદિત્ય ઇન્ટરનેશનલ સ્કુલે ચાલુ વર્ષે નર્સરીથી લઈને ઘોરણ ૧ના વિધાર્થીઓની સંપૂર્ણ ફી માફ કરવાનો નિર્ણય લીધો છે.શાળાના સંચાલકો દ્વારા લેવામાં આવેલા નિર્ણય અનુસાર અંગ્રેજી માધ્યમમાં નર્સરીથી લઇ ઘોરણ ૧ સુધીના વિધાર્થીઓ અને ગુજરાતી માધ્યમમાં કેજીથી લઇ ઘોરણ ૧ના વિધાર્થીઓની ૧૦૦ ટકા ફી માફ કરવામાં આવી છે. જેમાં અગામી સપ્તાહથી શરુ થતા નવા સત્ર માટે પ્રવેશ મેળવનાર વિધાર્થીઓની પણ ફી નહીં લેવાનો નિર્ણય સામેલ છે.આ નિર્ણયનો શાળાના ૧૯૦ વિધાર્થીઓ અને નવો પ્રવેશ મેળવનાર વિધાર્થીઓને લાભ મળશે જે થકી વાલીઓને એકંદરે અંદાજે ૨૮ લાખ રૂપિયાની બચત થશે . શાળાના સંચાલકોએ ફી માફીના નિર્ણયને અન્ય સંચાલકો અનુસરે તેવી અપીલ પણ કરી હતી, જયારે વાલીઓએ શાળાના નિર્ણયને આવકારદાયક ગણાવીને પ્રશંસા કરી હતી.
