
પોરબંદર જીલ્લામાં છેલ્લા થોડા સમયથી દારૂ પીને વાહન ચલાવનારાઓની સંખ્યામાં ચિંતાજનક વધારો થઇ રહ્યો છે. આવા લોકોને લીધે જિલ્લામાં અકસ્માતનું પ્રમાણ પણ વધી ગયું છે. જેમાં ખાસ કરીને વૃદ્ધો અને બાળકો રસ્તા પર ચાલીને જતા હોય ત્યારે આવા વાહન ચાલકો આડેધડ વાહન હંકારવાના લીધે રસ્તા પર ચાલવું મુશ્કેલ બની ગયું છે.
પોરબંદર શહેરમાં ગઇકાલે એ.સી.સી. રોડ પર પીરની દરગાહ પાસેથી બપોરના સમયે પોલીસે છાંયા પરિશ્રમ સોસાયટીમાં ઓમકારેશ્વર મંદિરની સામે રહેતા પરેશ ઉર્ફે ભીમો મનસુખલાલ થાનકી નામના 52 વર્ષીય શખ્સને મોટર સાયકલ નં. GJ-25-K-2820 લઇને નીકળતા પોલીસે શંકાના આધારે તેની તલાશી લેતા આ શખ્સ દારૂ પીધેલી હાલતમાં વાહન ચલાવતો રંગેહાથ ઝડપી લીધો હતો. જયારે કે માધવપુર ગામે ચામુંડ ટીંબા સીમ શાળા પાસેથી પોલીસે બપોરના સમયે તે જ વિસ્તારમાં રહેતા નયન રામભાઇ ભુવા નામના 25 વર્ષીય શખ્સને મોટર સાયકલ નં. GJ-11-F-3382 લઇને નીકળતા પોલીસે શંકાના આધારે તેની તલાશી લેતા આ શખ્સ્ દારૂ પીધેલી હાલતમાં વાહન ચલાવતા રંગે હાથ ઝડપી લીધો હતો.
જયારે કે માધવપુર હાઇવે પર ગોરસર મામા પાગલ આશ્રમની સામે હાઇવે પરથી પોલીસે બળેજ ગામના માલદેભાઇ અમરાભાઇ વેગડા નામના 55 વર્ષીય શખ્સને તેના મોટર સાયકલ GJ-25-F-4246 સાથે લઇને નીકળતા પોલીસે આ શખ્સની તલાશી લેતા તે પીધેલી હાલતમાં મળી આવ્યો હતો. પોલીસે આ તમામ આરોપીઓ સામે ગુન્હો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.