PM Modi પુતિન-જિનપિંગ સાથે મુલાકાત પર વિશ્વની નજર, PM મોદી 4 દિવસના મધ્ય એશિયા પ્રવાસે

PM Modi પુતિન-જિનપિંગ સાથે મુલાકાત પર વિશ્વની નજર, PM મોદી 4 દિવસના મધ્ય એશિયા પ્રવાસે

PM Modi વડાપ્રધાન નરેન્દ્ર મોદી 29 ઓગસ્ટથી 1 સપ્ટેમ્બર 2026 દરમિયાન ઉઝબેકિસ્તાન અને કિર્ગિઝ રિપબ્લિકના ચાર દિવસીય પ્રવાસે રવાના થયા છે. આ પ્રવાસ દરમિયાન તેઓ પહેલા તાશ્કંદ અને ત્યારબાદ બિશ્કેક પહોંચશે. બિશ્કેકમાં 31 ઓગસ્ટથી 1 સપ્ટેમ્બર દરમિયાન યોજાનારી 26મી શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) સમિટમાં PM મોદી ભાગ લેશે.

PM Modi તાશ્કંદમાં ભારત-ઉઝબેકિસ્તાન સંબંધો પર ફોકસ

PM મોદી 29 અને 30 ઓગસ્ટે ઉઝબેકિસ્તાનની રાજકીય મુલાકાત લેશે. આ ઉઝબેકિસ્તાનની તેમની ચોથી મુલાકાત છે. તાશ્કંદમાં તેઓ રાષ્ટ્રપતિ શાવકત મિર્ઝિયોયેવ સાથે પ્રતિનિધિમંડળ સ્તરની બેઠક કરશે.

બંને નેતાઓ વચ્ચે વેપાર અને રોકાણ, સંરક્ષણ, ડિજિટલ કનેક્ટિવિટી, ઊર્જા, શિક્ષણ અને લોકો વચ્ચેના સંબંધો જેવા ક્ષેત્રોમાં સહયોગની સમીક્ષા થવાની છે. સાથે જ ભારતના ‘વિકસિત ભારત 2047’ અને ઉઝબેકિસ્તાનના ‘ઉઝબેકિસ્તાન-2030’ના વિકાસલક્ષી વિઝનને આગળ વધારવા અંગે પણ ચર્ચા થશે.

PM મોદી તાશ્કંદમાં શાસ્ત્રી મેમોરિયલ અને તાશ્કંદ સ્ટેટ યુનિવર્સિટી ઓફ ઓરિએન્ટલ સ્ટડીઝ ખાતે આવેલા મહાત્મા ગાંધી સેન્ટરની પણ મુલાકાત લે તેવી શક્યતા છે.

PM Modi 31 ઓગસ્ટે બિશ્કેકમાં SCO સમિટ

ઉઝબેકિસ્તાન બાદ PM મોદી કિર્ગિઝ રિપબ્લિકની રાજધાની બિશ્કેક જશે. અહીં 26મી SCO શિખર પરિષદ યોજાશે. આ સમિટ SCOની સ્થાપનાના 25 વર્ષ પૂર્ણ થવાના અવસર સાથે પણ જોડાયેલી છે.

ભારત SCOના મંચ પર સુરક્ષા, કનેક્ટિવિટી અને તકને પોતાની મુખ્ય પ્રાથમિકતાઓ તરીકે રજૂ કરશે. PM મોદી સમિટને સંબોધિત કરશે અને SCO દેશોના નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠકો પણ કરશે.

PM Modi પુતિન અને જિનપિંગ સાથે મુલાકાત પર પણ નજર

SCO સમિટના કારણે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સહિતના નેતાઓ સાથે PM મોદીની સંભવિત દ્વિપક્ષીય મુલાકાતો પર વૈશ્વિક નજર રહેશે. જોકે, હાલમાં ભારત સરકારના સત્તાવાર કાર્યક્રમમાં પુતિન અથવા જિનપિંગ સાથેની ચોક્કસ બેઠકની પુષ્ટિ કરવામાં આવી નથી. સત્તાવાર રીતે SCO નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠકો યોજાવાની માહિતી આપવામાં આવી છે.

PM Modi વર્લ્ડ નોમેડ ગેમ્સના ઉદ્ઘાટનમાં પણ હાજરી

પ્રવાસ દરમિયાન PM મોદી 6મી વર્લ્ડ નોમેડ ગેમ્સના ઉદ્ઘાટન સમારોહમાં પણ હાજરી આપશે. આ આયોજન મધ્ય એશિયાની સમૃદ્ધ પરંપરા, સંસ્કૃતિ અને રમતગમતને વૈશ્વિક મંચ પર રજૂ કરે છે.

PM Modi ભારત માટે કેમ મહત્વપૂર્ણ છે આ પ્રવાસ?

મધ્ય એશિયા ભારત માટે વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ ક્ષેત્ર છે. ઉઝબેકિસ્તાન સાથે વેપાર, રોકાણ, ઊર્જા, ડિજિટલ ટેક્નોલોજી, સંરક્ષણ અને શિક્ષણ જેવા ક્ષેત્રોમાં સહયોગ વધારવાની તક આ પ્રવાસમાં જોવા મળી રહી છે.

બીજી તરફ SCO સમિટ ભારતને સુરક્ષા, આતંકવાદ સામે સહયોગ, પ્રાદેશિક કનેક્ટિવિટી અને આર્થિક તકો જેવા મુદ્દાઓ પર પોતાની વાત મજબૂતીથી રજૂ કરવા માટે મહત્વપૂર્ણ મંચ આપે છે.

ભારત 2017થી SCOનું પૂર્ણ સભ્ય છે અને આ વખતે સંગઠનની 25મી વર્ષગાંઠના અવસર પર યોજાઈ રહેલી સમિટ ખાસ મહત્વ ધરાવે છે.

વધુ સમાચાર માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *