
Pm : વલસાડમાં કહ્યું- ‘મારી તો ABCD જ ‘A’ ફોર આદિવાસીથી શરૂ થાય છે’, નરેન્દ્ર કરતા ભૂપેન્દ્રના રેકોર્ડ જોરદાર હોવા જોઈએ
ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થયા બાદ પીએમ મોદીએ આજે વલસાડ જિલ્લાથી ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કર્યા છે. વલસાડના નાના પોંઢામાં યોજાયેલી ચૂંટણી સભાને સંબોધતા વડાપ્રધાને કહ્યું હતું કે, મારી ABCDની શરૂઆત A ફોર આદિવાસીથી થાય છે. સાથે કહ્યું હતું કે, મારી પાસે ગુજરાત ભાજપ જેટલો સમય માગશે તે આપવા હું તૈયાર છું. નરેન્દ્ર કરતા ભૂપેન્દ્રના રેકોર્ડ જોરદાર હોવા જોઈએ એના માટે મારે કામ કરવું છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જાહેર સભાને સંબોધતા જણાવ્યું કે, નરેન્દ્ર મોદી એટલે વિકાસનો પર્યાય. નરેન્દ્ર મોદી અને ભાજપ પર તમામને વિશ્વાસ છે. આદિવાસીઓ માટે મોદીએ ઘણા કામો કર્યા છે.કપરાડામાં શિક્ષણ માટે 4 કરોડના ખર્ચે હોસ્ટેલ બનાવી છે.
હજારોની જનમેદની વચ્ચે જંગી સભાને સંબોધશે
Pm : વડાપ્રધાન આજે વલસાડ અને ભાવનગર જિલ્લાની મુલાકાતે આવી રહ્યા છે. ત્યારે આદિવાસી વિસ્તાર એવા કપરાડા તાલુકાના નાના પોંઢાથી વડાપ્રધાન ચૂંટણી પ્રચારની શરૂઆત કરી હતી. હજારોની જનમેદની ઉમટી પડી હતી.