
બે પૈકી ધરમપુર નો આરોપી મુકેશ મોદી પાસેથી પ્રેસ નો કાર્ડ અને ખાખી શર્ટ મળી આવ્યો
પારડી ખડકી હાઈ વે એપીકલ હોટલ પાસેથી કાર માં દારૂ લઇ જતા બે ઈસમ ને પોલીસે ઝડપી પાડ્યા હતા. પોલીસે રોકડા દોઢ લાખ, કાર સહીત 5.10 લાખ નો મુદ્દામાલ, પ્રેસ કાર્ડ,ખાકી પોલીસ જેવો સર્ટ કબ્જે કર્યો હતો. પારડી પોલીસ મથકના પીએસઆઇ કે.એમ. બેરિયા ની ટીમ ને મળેલ બાતમી ના આધારે નેશનલ હાઈ વે ન. 48 ખડકી એપીકલ પાસે કાર ન. જી.જે. 15 સી.એ. 7600 ને રોકી હતી. કાર માં તપાસ કરતા દારૂ ની બોટલ નંગ. 92 જેની કી.રૂ. 25,400, કાર ની કી. 3 લાખ તેમજ રોકડ રૂ. 1.50 લાખ મળી કુલ રૂ. 5 લાખ 10 હજાર નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસે આરોપી મુકેશ અરવિંદ મોદી રહે. ધરમપુર અને આશિષ દલપતભાઈ મોદી રહે. સુરત અડાજણ ને પોલીસે ઝડપી પાડ્યા હતા. જયારે માલ ભરાવનાર દમણ નો ઈસમ ને પોલીસે વોન્ટેડ બતાવ્યો હતો. જો કે આરોપી મુકેશ મોદી પાસે થી પ્રેસ નો કાર્ડ, દોઢ લાખ રોકડા, ખાખી પોલીસ જેવો સર્ટ મળી આવ્યો હતો. પોલીસે બંને આરોપી ને જેલ ના સળિયા પાછળ ધકેલી દીધો હતો.
