

રિપોર્ટ;- અજય ખત્રી
જરૂર પુરતું પાણી વાપરીએ પાણી વેકફીએ નહીં
- વિધાનસભા અધ્યક્ષાશ્રી ડો.નીમાબેન આચાર્ય
રૂ.૧ કરોડના ખર્ચે ૫૦ લાખ લિટર ક્ષમતાના શિવકૃપાનગર પાણીનો સંપ
અને રૂ.૭૫ લાખના ખર્ચે નિર્મિત ભુજીયા સંપનું લોકાર્પણ કરાયું
વિધાનસભા અધ્યક્ષાશ્રી ડો.નીમાબેન આચાર્યે આજરોજ ભુજ ખાતે પાણી વિતરણના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ કર્યુ હતું.
અટલ મિશન રેજુવેનેશન એન્ડ અર્બન ટ્રાન્સફોર્મેશન- અમૃત યોજના અંતર્ગત ભુજ ખાતે રૂ.૨૦ કરોડના પાણી વિતરણના વિવિધ પ્રકલ્પો પૈકી આજે રૂ.એક કરોડના ખર્ચે શિવકૃપાનગર ૫૦ લાખ લિટર ક્ષમતાના પાણી સંપનું અને રૂ.૭૫ લાખના ખર્ચે નિર્મિત ભુજીયા સંપ અને પમ્પીંગ સ્ટેશનનું લોકાર્પણ કરાયું છે. જેનાથી ભુજની પાણીની સગવડ વધી જેને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇના મિશન નલ સે જલ હેઠળ કચ્છ ૧૦૦ ટકા નળયુકત ૧૨મો જિલ્લો જાહેર થયો છે. તેમજ રૂ.૪૧ કરોડ અલગ ભુજને મળ્યાં છે. ભારાપર પાણી યોજનામાં નર્મદાનું પાણી આપવાનું પણ આયોજન છે. આજે નર્મદાનું પાણી આપવાનું પણ આયોજન છે આજે થયેલા લોકાર્પણથી પાણીની સગવડ વધશે તો પણ જરૂર પુરતું પાણી વાપરીએ પાણી વેડફીએ નહીં’ આ વાત નગરજનોને સમજાવવા અધ્યક્ષશ્રીએ કાઉન્સીલરોને અનુરોધ કર્યો હતો.
લોકપયોગી વિકાસ કામો અધિકારીઓના અને પ્રજાના સહયોગથી ઝડપથી પૂર્ણ કરવાનો નિર્ધાર પણ અધ્યક્ષશ્રીએ આ તકે રજુ કર્યો હતો. તેમણે વધુમાં જણાવ્યું હતું કે હીલગાર્ડન ટાંકો, સુરલભીટનો ટાંકો, હમીરસર તળાવનું બ્યુટીફિકેશન જેવા અનેક નગરવિકાસ કામો પ્રજાર્પણની તૈયારીમાં છે. ભુજમાં નગરપાલિકાનું બિલ્ડીંગ ટુંકમાં આકાર પામશે. આવા વિકાસ કામોમાં લોક સહયોગ પણ મહત્વપૂર્ણ છે.
અધ્યક્ષા બન્યાના ચોથા દિવસથી જ ડો. નીમાબેને કચ્છના અને વિશેષ તો ભુજના વિવિધ પ્રજાલક્ષી વિકાસ કામોની કરેલી ત્વરા અંગે રજુઆત કરી હતી.
ભુજના નગરપતિશ્રી ઘનશ્યામભાઇ ઠકકરે આ તકે ભુજ નગરજનોની પાણી સગવડ વધ્યાનો તેમજ આગામી વિકાસ કામોની રજુઆત કરી છે. નગરના ઉપપ્રમુખશ્રી રેશ્માબેન ઝવેરીએ સ્વાગત પ્રવચનમાં વેગવંતા ગતિશીલ સક્રિય અધ્યક્ષાશ્રી ડો.નીમાબેન આચાર્યની વિકાસકામો માટેના પ્રયત્નો રજુ કર્યા હતા.
આ પ્રસંગે નગરપાલિકાના ચેરમેનશ્રી જગતભાઇ વ્યાસ, ચીફ ઓફિસરશ્રી જીગરભાઇ પટેલ, વોટર સપ્લાય કમિટી ચેરમેનશ્રી ઘનશ્યામભાઇ ઠકકર, દંડકશ્રી અનિલભાઇ છત્રાળા, શાસકપક્ષ નેતાશ્રી અશોકભાઇ પટેલ, મંત્રીશ્રી વિજુબેન રબારી4 બાલુભાઇ, શિતલભાઇ શાહ, નગર સેવકો, મોવડીઓ તેમજ પક્ષના અગ્રણીઓ અને નગરજનો આ તકે ઉપસ્થિત રહયા હતા.
