ભુજ મધ્યે પલ્મોનરી (ફેફસાંની) વિવિધ બિમારીના સુપર નિષ્ણાંત ડૉક્ટરશ્રીઓના વિના મુલ્યે નિદાન તથા સારવારના કેમ્પનું આયોજન

અનશનવ્રતધારી,જૈન સમાજરત્ન શ્રી તારાચંદભાઈ જગશી છેડાની પ્રેરણાથી શ્રી ક.વી.ઓ. જૈન મહાજન ભુજ સંસ્થાના પ્રમુખ શ્રી જીગર તારાચંદભાઈ છેડાના માર્ગદર્શન હેઠળ સંચાલીત શ્રી રતનશી ટોકરશી વોરા મેડીકલ ચેકઅપ સેન્ટર ભુજ મધ્યે પલ્મોનરી (ફેફસાંની) વિવિધ બિમારીના સુપર નિષ્ણાંત ડૉક્ટરશ્રીઓના વિના મુલ્યે નિદાન તથા સારવારના કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે.

આ મેડીકલ કેમ્પ વિશે વધુ માહિતી આપતાં સંસ્થાના પ્રમુખ શ્રી જીગર તારાચંદભાઈ છેડાએ જણાવ્યુ હતુ કે અમારી સંસ્થા શ્રી ક.વી.ઓ. જૈન મહાજન ભુજ ધ્વારા કચ્છની જનતા ને ખર્ચાળ મેડીકલ સારવાર માથી રાહત આપવા માટે અવાર નવાર નિઃશુલ્ક કે રાહતદરે નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે. જેના અનુસંધાનમા આગામી તા.૨૧/૪ ૨૩ ને શુક્રવારે સવારે ૯:૩૦ થી ૧:૩૦ સુધી ક.વી.ઓ. સંકુલ,જી.ઈ.બી. હેડ ઓફિસ,વિજય નગર, ભુજ મધ્યે ફેફસાંની વિવિધ બિમારીના સુપર નિષ્ણાંત ડૉ. ઈશા ત્રિવેદી(એમ.પી.ટી.) અને ડૉ. રોનક ચોલાવીયા (એમ.પી.ટી.)ના નિદાન તથા સારવારના મેડીકલ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે.

આ મેડીકલ કેમ્પમાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને કાવિડના સમયમાં ફેફસાંની જે સારવાર ૫૨ વધુ ભાર મુકયો હતો તે સારવાર કરવામાં આવશે.દર્દીઓને ફેફસાની બિમારી અને જરૂરિયાત મુજબ ફેફસાની વિવિધ કસરતો શીખાડવામાં આવશે.ઉપરાંત ફેફસાની બિમારીના દર્દીના શરીરનું વિશ્લેષણ કરી શરીરમાં તમામ ચરબી,પ્રોટીન અને સ્નાયુ સમૂહ નકકી કરતા મશીનરી દ્વારા તપાસણી કરવામાં આવશે. આ મેડીકલ કેમ્પમાં ફેફસાની બિમારી ધરાવતા તમામ દર્દીઓ, ભૂતકાળમાં ફેફસાની બિમારી થઈ હોય તે દર્દીઓ, છાતી નું કેન્સર અથવા છાતીની ગાંઠ, શ્વાસ લેવામાં તકલીફ, આર્કિસજન સર્પોટ પરના દર્દીઓ વિગેરે બિમારી ધરાવતા દર્દીઓ લાભ લઈ પોતાની બિમારીનું નિદાન કરાવી શકશે.

આ મેડીકલ કેમ્પમાં બતાવવા આવનાર દર્દીઓએ પોતાના જુના તમામ રિપોર્ટ,દવા સાથે લઈ આવવા.મેડીકલ કેમ્પમાં બતાવવા આવનારે પોતાનું નામ મો. નં. ૯૭૨૬ ૨૫૫૩૧૮ પર નોંધાવવા તથા કેમ્પ વિશે વધુ માહિતી માટે ૭૮૬૧૯૨૭૧૫૦ નંબર પર સંપર્ક કરવો તેમ સંસ્થાના મેડીકલ કન્વીનર શ્રી ડૉ.દેવચંદભાઈ ગાલા અને મેડીકલ ઓફિસર ડૉ.અશોકભાઈ ત્રિવેદીની સંયુકત યાદીમાં જણાવવામાં આવ્યુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *